સારા શરિફના મોતની જવાબદારી પિતા ઉરફાને સ્વીકારી

Tuesday 19th November 2024 10:13 EST
 

લંડનઃ 10 વર્ષની સારા શરિફના પિતા ઉરફાન શરિફે સેન્ટ્રલ ક્રિમિનલ કોર્ટ ઓફ ઇંગ્લેન્ડમાં આપેલી જુબાનીમાં કબૂલાત કરી હતી કે મારી દીકરીના મોતની જવાબદારી હું લઉં છું. ઉરફાન શરિફ, તેની પત્ની બૈનાશ બતૂલ અને ભાઇ ફૈસલ મલિક પર સારા શરિફની હત્યાનો આરોપ છે. ગયા વર્ષે સારાનો મૃતદેહ તેના ઘરમાંથી જ મળી આવ્યો હતો અને તેના શરીર પર 71 પ્રકારની ઇજા જોવા મળી હતી.

ઉરફાને જણાવ્યું હતું કે, સારાનું મોત મારા કૃત્યોના કારણે થયું હતું. તે મારા કારણે મરી ગઇ હતી. અગાઉ ઉરફાને એવું જણાવ્યું હતું કે, સારાનું મોત મારી પત્નીના કારણે થયું હતું. તેણે કોર્ટને જણાવ્યું હતું કે, પત્નીને બચાવવા મેં ખોટું નિવેદન આપ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter