સારા હવામાનના કારણે ઇંગ્લિશ ચેનલથી થતી ઘૂસણખોરીમાં તોતિંગ ઉછાળો

રવિવારે એક જ દિવસમાં 616 વિદેશીઓ 12 નાની બોટ દ્વારા યુકે પહોંચ્યા

Tuesday 13th June 2023 13:08 EDT
 
 

લંડનઃ સારા હવામાનના કારણે ઇંગ્લિશ ચેનલ દ્વારા થતી ઘૂસણખોરીમાં મોટો ઉછાળો આવ્યો છે. ગયા વીકએન્ડમાં હીટવેવ, શાંત દરિયો અને પવનની ગતિ ઓછી રહેવાના કારણે રવિવારે માનવ તસ્કરો દ્વારા 12 બોટની મદદથી 616 માઇગ્રન્ટ્સને યુકેના દરિયાકિનારા સુધી પહોંચાડવામાં આવ્યા હતા. તે પહેલાં શનિવારે 154 વિદેશી નાગરિકો યુકે પહોંચ્યા હતા આમ આ વીકએન્ડમાં 770 વિદેશીઓએ યુકેમાં ઘૂસણખોરી કરી હતી.

વર્ષ 2023ના પ્રારંભથી અત્યાર સુધીમાં 194 નાની બોટ દ્વારા કુલ 8429 વિદેશીઓ યુકે પહોંચ્યા છે. પહેલીવાર રવિવારે 616 જેટલા માઇગ્રન્ટ્સ યુકે પહોંચ્યા હતા. આ પહેલાં આવતા વિદેશીઓની પ્રતિ દિવસ સંખ્યા 100ની આસપાસ રહેતી હતી. ઓગસ્ટ 2022માં એક જ દિવસમાં 1295 વિદેશી યુકેમાં પહોંચ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter