લંડનઃ પ્રિન્સ એન્ડ્રયુના પૂર્વ પત્ની સારાહ ફર્ગ્યુસને ટેક્સ હેવન સ્વિટ્ઝર્લેન્ડના કાયમી રહેવાસી બનવા માટે અરજી કરી છે. તેમણે આ દેશને પોતાનુ ઘર ગણાવ્યું હતું. ડચેસ ઓફ યોર્ક સારાહે તેના પૂર્વ પતિ એન્ડ્રયુની સાથે ૨૦૧૪માં ૧૩ મિલિયન પાઉન્ડ કિંમતની સ્કી શેલે હેલોરા ખરીદી હતી અને હમણા ત્યાં રહેવા ગયા છે.
ડચેસ ઓફ યોર્ક કહ્યું હતું કે તેઓ અપમાર્કેટ સ્કી રિસોર્ટમાં રહેવા જઈ ન શકે તે માટે વહીવટી પ્રક્રિયાઓ ચાલી રહી છે. સ્કી શેલે હેલોરા ખરીદાઈ ત્યારે તેમની પુત્રીઓ બીટ્રીસ અને યુજેની માટે વ્યવસ્થા કરાઈ હોવાનું મનાતું હતું. જોકે, ૫૬ વર્ષીય ડચેસ ઓફ યોર્ક ત્યાં લાંબો સમય રહેવાની આશા ધરાવે છે.


