લંડનઃ સપ્ટેમ્બર 2019માં બર્મિંગહામના કાપડના વેપારી સિકંદર અલીની હત્યાના નિષ્ફળ પ્રયાસ માટે સોપારી કીલર અમેરિકન મહિલા એઇમી બેટ્રો પર હત્યાનું કાવતરું ઘડવાનો આરોપ ઘડાયો છે. ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસના જણાવ્યા અનુસાર મોહમ્મદ અસલમ અને તેના પુત્ર મોહમ્મદ નઝિરે એઇમીને સિકંદર અલીની હત્યાની સોપારી આપી હતી. જૂન 2024માં બંનેને બર્મિંગહામ ક્રાઉન કોર્ટ દ્વારા હત્યાના કાવતરા માટે દોષી ઠેરવાયા હતા.


