સીઈઓ ડેનિસ કોટસને સૌથી વધુ વેતન

Tuesday 24th December 2019 02:16 EST
 
 

લંડનઃ ઓનલાઈન ગેમ્બલિંગ કંપની Bet365ની ૫૨ વર્ષીય બિલ્યોનેર બોસ ડેનિસ કોટસનો પગાર ૩૨૩ મિલિયન પાઉન્ડ થવા સાથે તેઓ બ્રિટનના સૌથી વધુ વેતન મેળવનારા ચીફ એક્ઝિક્યુટિવ બન્યાં હતાં. કોટસ આ કંપનીના સહસ્થાપક છે. તેમને ડિવિડન્ડ સાથે પગાર મળીને કુલ ૨૭૭ મિલિયન પાઉન્ડ ચૂકવાતાં હતાં. 

તેમને નવું વેતન ચૂકવાતા તેઓ કોઈપણ બ્રિટિશ કંપનીના અત્યાર સુધીના સૌથી વધુ પગાર મેળવતા વડા બન્યાં છે. તેઓ વિશ્વમાં પણ સૌથી વધુ વેતન મેળવતા કંપનીઓના વડાઓ પૈકી એક બન્યા છે. તેમના પિતાની માલિકીની બેટિંગ શોપ્સની ચેઈનમાં કેશિયર તરીકે કારકિર્દી શરૂ કર્યા પછી તેમણે ઝડપી પ્રગતિ સાધી હતી.

આ કંપનીમાં જોડાયા પહેલા તેમણે શેફિલ્ડ યુનિવર્સિટીમાંથી ઈકોનોમેટ્રિક્સમાં ફર્સ્ટ ક્લાસની ડિગ્રી મેળવી હતી. પરિવારની ખાનગી માલિકીની આ કંપનીમાં તેમના ભાઈ જહોન જોઈન્ટ ચીફ એક્ઝિક્યુટિવ અને પિતા પીટર ચેરમેનપદે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter