સીટ બેલ્ટ ન બાંધવા માટે રિશી સુનાકને 100 પાઉન્ડનો દંડ

વડાપ્રધાને ભૂલ સ્વીકારીને માફી માગી, કહ્યું ભૂલથી બેલ્ટ ખોલી નાખ્યો હતો

Wednesday 25th January 2023 06:16 EST
 
 

લંડન

પોતાની સત્તાવાર કારમાં વીડિયો રેકોર્ડ કરતાં સમયે સીટ બેલ્ટ બાંધ્યો નહોત તેવી કબૂલાત બાદ વડાપ્રધાન રિશી સુનાક પોલીસ તપાસનો સામનો કરી રહ્યાં છે. વડાપ્રધાને સ્વીકાર્યું છે કે ભૂલથી સીટ બેલ્ટ બાંધવાનો રહી ગયો હતો. રિશી સુનાકને સીટ બેલ્ટ વિના જ કારની બેક સીટમાં બેઠેલા બતાવતી ઇન્સ્ટાગ્રામ ક્લિપ પણ હટાવી લેવામાં આવી છે. લેન્કેશાયર પોલીસે જણાવ્યું છે કે અમે આ મામલાની તપાસ કરી રહ્યાં છીએ. સીટ બેલ્ટ ન બાંધવાના કારણે 100 પાઉન્ડનો દંડ કરાયો છે

નવ મહિના બાદ કોવિડ નિયમોના ઉલ્લંઘન માટે બોરિસ જ્હોન્સનની સાથે સાથે રિશી સુનાકને પણ પેનલ્ટી નોટિસ પાઠવવામાં આવી છે. ડાઉનિંગ સ્ટ્રીટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે વડાપ્રધાને તેમની ભૂલ સ્વીકારી લીધી છે અને તેના માટે માફી પણ માગી છે. વડાપ્રધાન માને છે કે દરેક વ્યક્તિએ સીટ બેલ્ટ બાંધવો જોઇએ.

વડાપ્રધાને જણાવ્યું હતું કે, આ ભૂલથી થઇ ગયું હતું. મેં ફિલ્મ ક્લિપ માટે થોડા સમય માટે સીટ બેલ્ટ હટાવી લીધો હતો. તમે ક્લિપમાં તે જોયું હશે. હું મારી ભૂલ સ્વીકારી રહ્યો છું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter