સીરિયલ રેપિસ્ટ ડેવિડ કેર્રિકને 30 વર્ષની લઘુતમ કેદ

Wednesday 08th February 2023 06:35 EST
 

લંડન

બ્રિટનના પોલીસ ડિપાર્ટમેન્ટના કલંક સમાન અધિકારી સીરિયલ રેપિસ્ટ ડેવિડ કેર્રિકને 30 વર્ષની લઘુત્તમ કેદની સજા ફટાકરવામાં આવી છે. જસ્ટિસ ચીમા ગ્રબે કેર્રિકને જણાવ્યું હતું કે, તેણે નૈતિક ભ્રષ્ટાચારની તમામ સીમાઓ પાર કરી દીધી હોવાથી તેને 36 આજીવન કેદની સજા ફટકારવામાં આવી શકે છે. તે એવી રીતે વર્તતો હતો કે તેને કોઇ કશું કરી શકવાનું નથી. કેર્રિકે તેના હોદ્દાનો ગેરલાભ ઉઠાવીને 2003થી 2020ની વચ્ચે સંખ્યાબંધ મહિલાઓ પર ડરાવી ધમકાવીને બળાત્કાર ગુજાર્યા હતા. જસ્ટિસ ગ્રબે જણાવ્યું હતું કે, કાયદાનું રક્ષણ કરવા માટે નિયુક્ત અધિકારીએ જ તેને અપાયેલ હથિયારનો દુરુપયોગ કરીને જે રીતે અપરાધો આચરતો હતો તે તેની અધોગતિ દર્શાવે છે. જસ્ટિસ ગ્રેબે પીડિતાઓને જણાવ્યું હતું કે, તમે કોઇ પીડિતા શરમની મારી બહાર નહીં આવે તેવી તેની માન્યતાને ખોટી ઠેરવીને અભૂતપૂર્વ સાહસ દર્શાવ્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter