લંડનઃ સુએલા બ્રેવરમેનના પતિએ રિફોર્મ યુકેમાં જોડાયાને છ મહિનામાં જ પાર્ટી સાથે છેડો ફાડવાની જાહેરાત કરી છે. સોશિયલ મીડિયા પોસ્ટ પર રાએલ બ્રેવરમેને જણાવ્યું હતું કે, હું તાત્કાલિક અસરથી રિફોર્મ યુકે સાથેનો સંબંધ તોડી રહ્યો છું.
એક જ મંચ પર રિફોર્મ યુકેના નેતા ઝિયા યુસુફે સુએલા બ્રેવરમેનની ટીકા કર્યાના કલાકોમાં જ રાએલે આ જાહેરાત કરી હતી. ઝિયા યુસુફે અફઘાન નાગરિકોને ગુપ્ત રીતે રાજ્યાશ્રય આપવા માટેના ટોરી સરકારના નિર્ણય માટે સુએલા બ્રેવરમેન અને રોબર્ટ જેનરિકને જવાબદાર ગણાવ્યા હતા.