સુએલા બ્રેવરમેનને ડિસરપ્ટર ઓફ ધ યરથી સન્માનિત કરાયાં

લેબર સાંસદ હેરિયટ હરમનને પાર્લામેન્ટરિયન ઓફ ધ યરનો ખિતાબ

Tuesday 05th December 2023 11:36 EST
 
 

લંડનઃ ધ સ્પેક્ટેટર દ્વારા આયોજિત પાર્લામેન્ટરિયન ઓફ ધ યર સમારોહમાં પૂર્વ હોમ સેક્રેટરી સુએલા બ્રેવરમેનને ડિસરપ્ટર ઓફ ધ યરનો ખિતાબ એનાયત કરાયો હતો. સુએલાએ જણાવ્યું હતું કે, ખરેખર તો આ સન્માન મારી યોજનાઓ ખોરવી નાખવા માટે વડાપ્રધાન રિશી સુનાકને અપાવું જોઇતું હતું. લોર્ડ કેમેરનને કમબેક ઓફ ધ યરથી સન્માનિત કરાયા હતા. એજ્યુકેશન સેક્રેટરી જિલિયન રીગનને પોલિટિકલ મોમેન્ટ ઓફ ધ યર, ડિફેન્સ સેક્રેટરી ગ્રાન્ટ શેપ્સને સર્વાઇવર ઓફ ધ યર, એનર્જી સિક્યુરિટી સેક્રેટરી ક્લેર કોન્ટિન્હોને રાઇઝિંગ સ્ટાર ઓફ ધ યરથી સન્માનિત કરાયાં હતાં. લેબર સાંસદ હેરિયટ હરમનને પાર્લામેન્ટરિયન ઓફ ધ યરનો ખિતાબ અપાયો હતો.

પાર્લામેન્ટરિયન ઓફ ધ યર – લેબર સાંસદ હેરિયટ હરમન

ડિસરપ્ટર ઓફ ધ યર – સુએલા બ્રેવરમેન, પૂર્વ હોમ સેક્રેટરી

કમબેક ઓફ ધ યર – લોર્ડ ડેવિડ કેમરન, ફોરેન સેક્રેટરી

પોલિટિકલ મોમેન્ટ ઓફ ધ યર – જિલિયન રીગન, એજ્યુકેશન સેક્રેટરી

સર્વાઇવર ઓફ ધ યર – ગ્રાન્ટ શેપ્સ, ડિફેન્સ સેક્રેટરી

રાઇઝિંગ સ્ટાર ઓફ ધ યર – ક્લેર કોન્ટિન્હો, એનર્જી સિક્યુરિટી સેક્રેટરી


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter