સુધારેલો ઇમિગ્રેશન હેલ્થ સરચાર્જ 6 ફેબ્રુઆરીથી અમલમાં

Tuesday 23rd January 2024 11:04 EST
 

લંડનઃ યુકેમાં સુધારેલો ઇમિગ્રેશન હેલ્થ સરચાર્જ 6 ફેબ્રુઆરીથી અમલી બની રહ્યો છે. આ અંગેના કાયદા પર સંસદે 15 જાન્યુઆરીના રોજ મહોર મારી દીધી છે. આ સુધારાના પગલે ઇમિગ્રેશન હેલ્થ કોસ્ટ મોટાભાગના લોકો માટે 624 પાઉન્ડથી વધીને 1035 પાઉન્ડ પ્રતિ વર્ષ થઇ જશે જે 66 ટકાનો વધારો દર્શાવે છે. 18 વર્ષથી નાના વિદ્યાર્થીઓ માટે ઇમિગ્રેશન હેલ્થ ચાર્જ 470 પાઉન્ડથી વધારીને 776 પાઉન્ડ પ્રતિ વર્ષ કરાયો છે જે 65 ટકાનો વધારો દર્શાવે છે.

અરજકર્તા યુકેમાં પ્રવેશવા માટે અથવા યુકેમાં રહેવા માટેની અરજી કરે છે ત્યારે જ આ હેલ્થ સરચાર્જ ચૂકવવાનો રહે છે. એક ઇમિગ્રેશન લો કંપનીના જણાવ્યા અનુસાર જે કંપનીઓ યુકેમાં વિદેશી કર્મચારીઓને નિયુક્ત કરે છે તેમના બજેટમાં મોટો વધારો થશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter