સુનાક દ્વારા રચિત ટાસ્ક ફોર્સનો ખાલિસ્તાન સમર્થકો પર સપાટો

ટાસ્ક ફોર્સે બે મહિનામાં 12 ખાલિસ્તાન સમર્થકની ધરપકડ કરી

Tuesday 26th September 2023 15:09 EDT
 
 

લંડનઃ ખાલિસ્તાની આતંકવાદીઓ મુદ્દે ભારત અને કેનેડા વચ્ચે ચાલી રહેલા ટકરાવ મધ્યે બ્રિટનના વડાપ્રધાન રિશી સુનાક દ્વારા રચાયેલા ટાસ્ક ફોર્સે છેલ્લા બે મહિનામાં ખાલિસ્તાનના સમર્થકો ફરતે ગાળિયો કસીને 12 ખાલિસ્તાની સમર્થકની ધરપકડ કરી છે. ખાલિસ્તાનના આ સમર્થકો પર ડ્રગ્સની દાણચોરી દ્વારા બ્રિટનમાં સક્રિય ખાલિસ્તાની સંગઠનો માટે ભંડોળ એકઠું કરવાનો આરોપ મૂકાયો છે. ખાલિસ્તાની વિરોધી ટાસ્ક ફોર્સ ભારત સાથે ગુપ્ત માહિતીનું આદાન પ્રદાન પણ કરી રહ્યો છે.

ટાસ્ક ફોર્સ દ્વારા બ્રિટનમાં સક્રિય એવા ખાલિસ્તાન લિબરેશન ફોર્સ પર મોટો પ્રહાર કરાયો છે. ખાલિસ્તાન લિબરેશન ફોર્સના માર્યા ગયેલા આતંકવાદી અવતારસિંહ ખાંડા સાથે સંકળાયેલા 40 લોકો દ્વારા કરાયેલી વિઝા માટેની અરજી પણ બ્રિટનના સત્તાવાળાઓએ રદ કરી નાખી છે. આ અરજીઓ પંજાબ અને કેનેડાથી કરાઇ હતી. ભારતમાંથી બ્રિટનમાં રાજ્યાશ્રય માગતી અરજીઓની ખરાઇ પણ આ ટાસ્ક ફોર્સ દ્વારા કરવામાં આવી રહી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter