સુનાક ફક્ત 70 કલાક કામ કરીને 3,73,000 પાઉન્ડ કમાઇ રહ્યાં છે

અખબારમાં કોલમ અને વિવિધ દેશોમાં પ્રવચનો આપી સુનાક સાડા સાત લાખ પાઉન્ડ કમાયા

Tuesday 27th January 2026 09:23 EST
 

લંડનઃ પૂર્વ વડાપ્રધાન રિશી સુનાકે કેલિફોર્નિયા સ્થિત એઆઇ કંપનીમાં નવી નોકરી સ્વીકારી છે. આ માટે તેમને 3,73,000 પાઉન્ડ ચૂકવવામાં આવશે. રિશી સુનાકે સપ્ટેબર 2025થી 12 મહિના માટે આ નોકરીનો કોન્ટ્રાક્ટ કર્યો હતો. સાન ફ્રાન્સિસ્કોના આ સ્ટાર્ટ-અપમાં તેમણે ફક્ત 70 કલાક કામ કરવાનું છે. જોકે રિચમન્ડના સાંસદ રિશી સુનાક તેમની આ આવક રિચમન્ડ પ્રોજેક્ટ ચેરિટી માટે દાન આપી રહ્યાં છે. સુનાક અને તેમની પત્ની અક્ષતા મૂર્તિએ બાળકો અને યુવાઓમાં ગાણિતિક કુશળતા માટે આ ચેરિટીની સ્થાપના કરી છે. રિશી સુનાકને વેતન પેટે આ વર્ષમાં કંપનીના 3547 શેર આપવામાં આવશે જેનું મૂલ્ય 3,73,000 પાઉન્ડ થાય છે.

ડાઉનિંગ સ્ટ્રીટ છોડ્યા પછી રિશી સુનાક સ્ટેનફોર્ડ યુનિવર્સિટી, ગોલ્ડમેન સાશ, અને માઇક્રોસોફ્ટ સાથે પણ જોડાયાં છે. રિશી સુનાક સન્ડે ટાઇમ્સમાં એક કોલમ પણ લખી રહ્યાં છે અને અમેરિકા, ભારત અને સાઉથ કોરિયામાં પ્રવચનો દ્વારા તેમને 7,50,000 પાઉન્ડની આવક થઇ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter