સુનાક ભારતના મહાન પુત્ર, મારા પરનાની પણ કલકત્તાના હતાઃ ડેવિડ લેમી

ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટરને રિશી સુનાકે તરત ટકોર કરતાં કહ્યું પુત્ર નહીં જમાઇ........

Tuesday 24th February 2026 11:51 EST
 

લંડનઃ નવી દિલ્હીમાં બ્રિટિશ હાઇ કમિશન ખાતે એક વાતચીતમાં યુકેના ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર ડેવિડ લેમીએ પૂર્વ વડાપ્રધાન રિશી સુનાક ઉપરાંત પોતાના ભારતીય મૂળ અંગે ઉલ્લેખ કર્યો હતો. લેમીએ બ્રિટિશ હાઇ કમિશન ખાતે રિશી સુનાક અંગે સંબોધન કરતાં જણાવ્યું હતું કે, સુનાક ન કેવળ યુકેના મહાન પુત્ર છે પરંતુ ભારતના પણ મહાન પુત્ર છે. જોકે સુનાકે તરત હસ્તક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, પુત્ર નહીં જમાઇ..... આ સાથે જ હાજર લોકોમાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું.

ડેવિડ લેમીએ ભારત સાથેના પોતાના જોડાણનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે હું મારા ભારતીય મૂળ વિશે પણ જણાવવા માગુ છું. મારા પરનાની કલકત્તાના હતા.

યુકેમાં રાજકીય મતભેદો છતાં સાથે મળીને કામ કરવા પર ભાર મૂકતા લેમીએ જણાવ્યું હતું કે, અમે બંને અલગ અલગ રાજકીય પાર્ટીમાં છીએ પરંતુ સાથે મળીને કામ કરી શકીએ છીએ અને ઘણા વર્ષોથી મિત્રો પણ છીએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter