સુનાક ભાવિ પેઢીઓને બચાવવા સિગારેટ્સ પર પ્રતિબંધ લાદી શકે

Tuesday 26th September 2023 15:29 EDT
 

લંડનઃ વડા પ્રધાન રિશિ સુનાક દેશની ભાવિ પેઢીઓને બચાવવા સિગારેટ્સની ખરીદી પર પ્રતિબંધ સહિતના પગલાં વિચારી રહ્યા છે. સરકારી સૂત્રો અનુસાર સુનાક ગયા વર્ષે ન્યૂ ઝીલેન્ડ દ્વારા જાહેર કરાયેલા કાયદા જેવા એન્ટિ સ્મોકિંગ પગલા લઈ શકે છે. આ કાયદા અનુસાર 2009ની પહેલી જાન્યુઆરીએ અને તે પછી જન્મેલી કોઈ પણ વ્યક્તિને તમાકુ વેચવા પર પ્રતિબંધનો સમાવેશ થાય છે.

બ્રિટિશ સરકારના પ્રવક્તાએ જણાવ્યું છે કે 2030 સુધીમાં દેશને ધૂમ્રપાનમુક્ત બનાવવાની મહેચ્છા છે અને તેથી લોકોને ધૂમ્રપાન છોડવા પ્રોત્સાહિત કરવા માગીએ છીએ અને ધૂમ્રપાનદર ઘટાડવાના પગલાં લેવાયા જ છે. આ પગલાંમાં ફ્રી વેપ કિટ્સ, સગર્ભા મહિલા ધૂમ્રપાન છોડે તે માટે વાઉચરનો પણ સમાવેશ થયો છે. બ્રિટને મે મહિનામાં રીટેઈલર્સ બાળકોને વેપ્સના ફ્રી સેમ્પલ્સ આપી શકે તેવાં છીંડાને બંધ કરાશે તેવી જાહેરાત કરી હતી.

બીજી તરફ, ઈંગ્લેન્ડ અને વેલ્સની કાઉન્સિલોએ જુલાઈ મહિનામાં પર્યાવરણ અને આરોગ્યના કારણોસર 2024 સુધીમાં સિંગલ-યુઝ-વેપ્સના વેચાણ પર પ્રતિબંધ લાદવા સરકારને હાકલ કરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter