લંડન
ઇન્ફોસિસના સ્થાપક અને યુકેના વડાપ્રધાન રિશી સુનાકના શ્વસુર એન આર નારાયણ મૂર્તિએ જણાવ્યું હતું કે, મારા જમાઇ ખૂબ મહેનતુ, જ્ઞાની અને પરિવારનું ધ્યાન રાખનારા વ્યક્તિ છે. રિશી સુનાક અંગે વિશ્વ ન જાણતું હોય તેવી એક બાબત જણાવો તેવા એક સવાલના જવાબમાં નારાયણ મૂર્તિએ જણાવ્યું હતું કે, તે તેમની કોલેજમાં હેડ બોય રહી ચૂક્યા છે અને ઓક્સફર્ડ ખાતે પીપીએમાં પણ સારી કામગીરી કરી ચૂક્યાં છે. સુનાકના પ્રિય ભોજન અંગે તેમણે જણાવ્યું હતું કે હું તેમને અધિકૃત દક્ષિણ કર્ણાટકી ભોજન પીરસવાનું પસંદ કરીશ. મૂર્તિએ જણાવ્યું હતું કે, રિશી સુનાક ક્રિકેટના મોટા ચાહક છે અને ક્રિકેટ રમવાનું પસંદ પણ કરે છે. તેમને ક્રિકેટનું ઘણું જ્ઞાન છે. મને પણ ક્રિકેટની રમત જોવાનું પસંદ છે.


