લંડનઃ વડાપ્રધાન રિશી સુનાક લાખો વાહનમાલિકોના હિતોને પ્રાથમિકતા આપવાની તૈયારી કરી રહ્યાં છે. તેમના દ્વારા લેવાનારા શ્રેણીબદ્ધ પગલાં પર્યાવરણવાદીઓના ભવાં ચડાવી શકે છે. વડાપ્રધાન કાઉન્સિલોને અપાયેલા અધિકારો પર તરાપ મારી શકે છે. વડાપ્રધાન 20 માઇલ પ્રતિ કલાકની સ્પીડલિમિટના નિયંત્રણોને મર્યાદિત બનાવી શકે છે અને બસના પ્રવાસીઓની સામે વાહનચાલકોની તરફેણ કરી શકે છે. વડાપ્રધાનના આ પગલાના કારણે મોટો વિવાદ સર્જાવાની સંભાવના છે અને સરકાર તથા સ્થાનિક સત્તાવાળા સામસામે આવી જશે.
પાર્કિંગ ફી માટે દેશવ્યાપી સિંગલ એપ જારી કરાશેઃ રિશી સુનાક
વાહનચાલકોની સમસ્યાઓ દૂર કરવાના સરકારના પ્રયાસ અંતર્ગત એક સિંગલ એપ જારી કરાશે જેના દ્વારા વાહનચાલકો દેશભરમાં ગમે ત્યાં પાર્કિંગ માટેની ફી ચૂકવી શકશે. વાહનચાલકોને અલગ અલગ સ્થળ માટે સંખ્યાબંધ એપ્સ ડાઉનલોડ કરવાની સમસ્યામાંથી ઉગારવા વડાપ્રધાન રિશી સુનાકે આ જાહેરાત કરી હતી. નેશનલ પાર્કિંગ પ્લેટફોર્મનો કેટલાક સ્થળે ઉપયોગ શરૂ કરાયો હતો પરંતુ હવે આ એપ અંતર્ગત સમગ્ર દેશને આવરી લેવાશે.

