લંડનઃ વડાપ્રધાન રિશી સુનાકના કોમ્યુનિકેશન ચીફ એમ્બર દ બોટને રાજીનામુ આપતાં સુનાકને મોટો ફટકો પડ્યો છે. તેમણે ટ્વિટર પર આ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, વડાપ્રધાનના કોમ્યુનિકેશન ડિરેક્ટર તરીકેની સેવાનો અવસર મારા માટે મોટા સન્માનની બાબત છે પરંતુ મને લાગે છે કે આ મારા રાજીનામાનો યોગ્ય સમય છે. વડાપ્રધાને મને જે તક આપી તેના માટે હું તેમની આભારી છું.


