સુનાકના માતા-પિતા અને સાસુએ આંધ્રપ્રદેશના મંદિરમાં પૂજા અર્ચના કરી

Tuesday 19th September 2023 12:37 EDT
 
 

લંડનઃ બ્રિટનના વડાપ્રધાન રિશી સુનાકના પિતા સર યશવીર સુનાક અને માતા ઉષા સુનાકે બુધવારે આંધ્રપ્રદેશમાં આવેલા શ્રી રાઘવેન્દ્ર સ્વામી મઠની મુલાકાત લીધી હતી. તેમની સાથે રિશી સુનાકના સાસુ સુધા મૂર્તિ પણ જોડાયાં હતાં. રિશી સુનાકના માતાપિતા અને સાસુએ મંદિર ખાતે પૂજા કરી હતી. મંદિરના પૂજારીઓ દ્વારા તેમનું શાલ ઓઢાડીને સન્માન કરાયું હતું. મંદિર સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે, સર યશવીર સુનાક, ઉષા સુનાક અને સુધા નારાયણ મૂર્તિએ શ્રી રાયારુના દર્શન માટે શ્રી ક્ષેત્રમ મંત્રાલયમની મુલાકાત લીધી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter