લંડનઃ જસ્ટ સ્ટોપ ઓઇલ આંદોલનકારીઓ દ્વારા વડાપ્રધાન રિશી સુનાકના લંડન સ્થિત ઘર ખાતે વિરોધ પ્રદર્શન કરાયું હતું. જેમાં તેમણે ઘડા અને થાળીઓ વગાડીને વિરોધ પ્રદર્શન કર્યાં હતાં. બુધવારે રાત્રે આઠ કલાક પછી કેન્સિંગ્ટન ખાતે આવેલા રિશી સુનાકના મકાનની બહાર 18 જેટલા આંદોલનકારી એકઠાં થયાં હતા જેમાંથી 16ની ધરપકડ કરાઇ હતી. આંદોલનકારીઓએ જણાવ્યું હતું કે, સીઓપી 28થી કશું હાંસલ થવાનું નથી. અસલ અપરાધીઓને પકડવા જોઇએ અને તેમના પર સામુહિક નરસંહારના ખટલા ચલાવવા જોઇએ.


