સુનાકના સ્પ્રિંગ સ્ટેટમેન્ટ પર એક નજર ....

Wednesday 30th March 2022 02:14 EDT
 

ચાન્સેલર રિશિ સુનાકે મિનિ બજેટનું સ્ટેટમેન્ટ રજૂ કર્યું હતું જેમાં તેમણે ફ્યૂલ ડ્યૂટી, નેશનલ ઈન્સ્યુરન્સ ફાળા ગ્રીન એનર્જી ઉપકરણો પરની VAT નાબૂદી સહિતના મુદ્દે જાહેરાતો કરી હતી. આ સાથે તેમના મિનિ બજેટની ઝલક રજૂ કરવામાં આવી છે.

• બુધવારની સાંજથી જ એક વર્ષ માટે ફ્યૂલ ડ્યૂટીમાં પ્રતિ લીટર 5p નો કાપ મૂકાયો. હાલ પેટ્રોલ અને ડિઝલ પર પ્રતિ લીટર 57.95p ના દરે ફ્યૂલ ડ્યૂટી લેવાય છે અને માર્ચ 2011થી તેનો આ દર યથાવત રખાયેલો હતો. ગત મહિનાઓમાં પેટ્રોલમાં પ્રતિ લિટર 18p અને ડિઝલમાં પ્રતિ લિટર 27p જેટલો વધારો નોંધાયો છે • સોલાર પેનલ્સ અને હીટ પમ્પ્સ જેવા ઘરવપરાશના ગ્રીન એનર્જી સાધનો પરથી VAT નાબૂદ • સૌથી નિર્બળ પરિવારોના માટે કાઉન્સિલ દ્વારા અપાનારી ગ્રાન્ટ, હાઉસહોલ્ડ સપોર્ટ ફંડ બમણી કરી 1 બિલિયન પાઉન્ડ • નેશનલ ઈન્સ્યુરન્સ ચૂકવવાનો થાય તે વેતનમર્યાદા 3000 પાઉન્ડ વધારા સાથે 12,570 પાઉન્ડ કરાઈ. આના પરિણામે, 70 ટકા વર્કર્સને લાભ થશે. • સુનાકના કહેવા મુજબ 30 મિલિયન લોકો માટે ટેક્સમાં 6 બિલિયન પાઉન્ડની રાહત મળશે • 2024 માં આગામી ઈલેક્શન પહેલા ‘સંપૂર્ણ ખર્ચની જોગવાઈ’ સાથે ઈન્કમ ટેક્સમાં કાપ મૂકી 20p થી 19p કરવાની ખાતરી. 16 વર્ષમાં પ્રથમ વખત બેઝિક રેટ ઘટશે. • ઓફિસ ફોર બજેટ રિસ્પોન્સિબિલિટી (OBR) દ્વારા આ વર્ષે વૃદ્ધિની આગાહી 3.8 ટકા જેટલી નીચી રાખી છે 2023માં ઘટીને 1.8 ટકા અને તે પછી, 2024-26ના ગાળામાં અનુક્રમે 2.1 ટકા, 1.8 ટકા અને 1.7 ટકા રહેશે • આ વર્ષે ઈન્ફ્લેશન 7.4 ટકાએ પહોંચવાની ધારણા છે • ફૂગાવાના કારણે આ વર્ષે દેવાંના વ્યાજની ચૂકવણી 83 બિલિયન પાઉન્ડે પહોંચી જશે • સ્મોલ બિઝનેસીસને વધુ રાહત, એમ્પ્લોયમેન્ટ એલાવન્સ વધારીને 5,000 પાઉન્ડ


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter