લંડનઃ દિલ્હીમાં જી-20 શિખર સંમેલનમાં ભાગ લેવા પહોંચેલા બ્રિટનના વડાપ્રધાન રિશી સુનાકની નમ્રતાએ વિશ્વના દિલ જીતી લીધાં હતાં. વિશ્વભરના નેતાઓ એકબીજાની સાથે ગુફ્તગુ કરી રહ્યાં હતાં ત્યારે રિશી સુનાક બાંગ્લાદેશના વડાંપ્રધાન શેખ હસીના સાથે વાતચીત કરવા તેમની સામે જમીન પર ઊઘાડા પગે જ બેસી ગયા હતા. આ તસવીર ઇન્ટરનેટ પર વાઇરલ થતાં સમગ્ર વિશ્વે સુનાકની નમ્રતાની દિલ ખોલીને પ્રશંસા કરી હતી. સોશિયલ મીડિયા પર ઘણા યુઝર્સે ફોટોગ્રાફ રિટ્વીટ કરીને જણાવ્યું હતું કે, બ્રિટન જેવી મહાસત્તાના વડાપ્રધાન હોવા છતાં આ માનવીમાં અભિમાનનો છાંટો પણ દેખાતો નથી.


