સુનાકને મહામારીમાં ફર્લો સ્કીમથી 10 મિલિયન નોકરી બચાવવાનો ગર્વ

આર્થિક નીતિનાં વારસાના ગર્વના લેબર સાંસદના પ્રશ્નથી સાંસદો હસ્યા

Tuesday 12th March 2024 07:07 EDT
 

લંડનઃ છઠ્ઠી માર્ચના પ્રાઈમ મિનિસ્ટર્સ ક્વેશ્ચન્સ દરમિયાન લેબર પાર્ટીના એન્જેલા ઈગલે પ્રાઈમ મિનિસ્ટર રિશિ સુનાકને પ્રશ્ન કર્યો હતો કે તેમની આર્થિક નીતિના વારસાની કઈ બાબતનો સોથી વધુ ગર્વ થાય છે. આ પ્રશ્નથી સાંસદોમાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું.

લેબર સાંસદ ઈગલે પ્રશ્ન કર્યો હતો કે સ્પીકરશ્રી, વડા પ્રધાન રિશિ સુનાક તેમના આર્થિક વારસાના કયા હિસ્સા માટે સોથી વધુ ગર્વ ધરાવે છે? સેકન્ડ વર્લ્ડ વોર પછી સર્વોચ્ચ ટેક્સ બોજાનું વડપણ ધરાવવાનો કે પછી નેપોલિયન યુદ્ધ પછી વાસ્તવિક વેતનમાં સૌથી ધીમી વૃદ્ધિ લાવવા બદલ? મિસ ઈગલના પ્રશ્નથી હાસ્ય અને વાહવાહીના પોકારો ઉઠ્યા હતા.

જોકે,સુનાકે ઉત્તર વાળ્યો હતો કે, મિ. સ્પીકર, કોવિડ મહામારીમાં ફર્લો સ્કીમ સાથે 10 મિલિયન નોકરીઓ બચાવાઈ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter