સુનાકે ગંજીપો ચીપ્યો, ગ્રેગ હેન્ડ્સ નવા કન્ઝર્વેટિવ ચેરમેન

બિઝનેસનું ટ્રેડ મિનિસ્ટ્રીમાં મર્જર, નવા એનર્જી સિક્યુરિટી ડિપાર્ટમેન્ટ અને સાયન્સ, ઇનોવેશન એન્ડ ટેકનોલોજી મંત્રાલયની રચના

Wednesday 08th February 2023 05:56 EST
 
 

લંડન

વડાપ્રધાન રિશી સુનાકે મંગળવારે તેમની કેબિનેટમાં મોટા સુધારા કરતાં કન્ઝર્વેટિવ પાર્ટીના અધ્યક્ષપદે પીઢ ટોરી નેતા અને ટ્રેડ મિનિસ્ટર ગ્રેગ હેન્ડ્સની નિયુક્તિ કરી હતી. ટેક્સ મામલામાં વિવાદ બાદ સુનાકે નદીમ ઝહાવીની હકાલપટ્ટી કર્યા બાદ આ પદ ખાલી પડ્યું હતું. સુનાકે બ્રિટિશ જનતાની પ્રાથમિકતાઓને પ્રતિબિંબિત કરતાં વ્હાઇટહોલમાં નાટકિય બદલાવો કર્યાં છે. ગ્રાન્ટ શેપ્સના બિઝનેસ ડિપાર્ટમેન્ટને ટ્રેડ ડિપાર્ટમેન્ટ સાથે મર્જ કરી દેવાયો છે અને કેમી બેડનોક હવે તેના ઇનચાર્જ રહેશે. ગ્રાન્ટને નવા રચાયેલા એનર્જી સિક્યુરિટી ડિપાર્ટમેન્ટમાં ખસેડાયાં છે. ગ્રાન્ટ શેપ્સને સેક્રેટરી ફોર નેટ ઝીરોનું ટાઇટલ અપાયું છે. તે ઉપરાંત હાલમાં કલ્ચર ડિપાર્ટમેન્ટ દ્વારા ડિજિટલ મામલાઓ માટે સંભાળાતી જવાબદારીઓ સહિતની કામગીરી માટે સાયન્સ, ઇનોવેશન એન્ડ ટેકનોલોજી નામના નવા મંત્રાલયની રચના કરવામાં આવી છે. આ નવા મંત્રાલયનો હવાલો મિચિલી ડોનેલનને સોંપાયો છે. લૂસી ફ્રેઝરને મિચિલી ડોનેલનની કલ્ચર મિનિસ્ટ્રીનો હવાલો અપાયો છે. તેઓ ડિપાર્ટમેન્ટ ઓફ કલ્ચર, મીડિયા અને સ્પોર્ટ્સની કામગીરી સંભાળશે.

કેબિનેટમાં સુધારા કરતાં વડાપ્રધાન રિશી સુનાકે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, સરકારે બ્રિટિશ જનતાની પ્રાથમિકતાઓ પ્રતિબિંબિત કરીને તેને પૂરી કરવાની જરૂર છે. આ સુધારા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે અને આપણા સંતાનો તથા તેમના સંતાનો માટે સારા ભવિષ્યનું નિર્માણ કરશે.

કેબિનેટમાં કરાયેલા સુધારા

-          ગ્રાન્ટ શેપ્સ – સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર એનર્જી સિક્યુરિટી એન્ડ નેટ ઝીરો

-          કેમી બેડનોક – સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર બિઝનેસ એન્ડ ટ્રેડ

-          લૂસી ફ્રેઝર – સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર કલ્ચર, મીડિયા એન્ડ સ્પોર્ટ્સ

-          મિચિલી ડોનેલન – સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર સાયન્સ, ઇનોવેશન એન્ડ ટેકનોલોજી

-          ગ્રેગ હેન્ડ્સ – કન્ઝર્વેટિવ પાર્ટી ચેરમેન


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter