સુનિલ શેઠ ફ્લેડગેટના સીનિયર પાર્ટનર નિયુક્ત

Wednesday 21st April 2021 07:36 EDT
 
 

લંડનઃ લો ફર્મ ફ્લેડગેટ દ્વારા ફર્મના સીનિયર પાર્ટનર તરીકે સુનિલ શેઠને નિયુક્ત કરાયાની જાહેરાત કરાઈ છે. સુનિલ શેઠ કંપનીની રિયલ એસ્ટેટ પ્રેક્ટિસમાં પાર્ટનર તરીકે રહેનારા રિચાર્ડ રુબેનનું સ્થાન લેશે. સુનિલ શેઠ યુકેની ટોપ ૧૦૦ લો ફર્મમાં સૌપ્રથમ BAME સીનિયર પાર્ટનર બન્યા છે. કંપની મહત્ત્વાકાંક્ષી ત્રિવાર્ષિક રણનીતિના ભાગરુપે સંખ્યાબંધ ક્ષેત્રોમાં તેની પ્રોડક્ટ્સ અને સર્વિસ ઓફરિંગ, ડિજિટલ ટ્રાન્ફોર્મેશન, માર્કેટ ફોકસ અને રિક્રુટમેન્ટનું વૈવિધ્યકરણ કરી રહી છે. ત્યારે સુનિલ શેઠની નિયુક્તિ કરાઈ છે. આ બધાને ટેકો આપવા વર્તમાન ફેરફારનો પ્રોગ્રામ કંપનીના કલ્ચર અને મૂલ્યોને વધુ મજબૂત બનાવવા અને વિવિધ ટીમોના નિર્માણ માટે થયો છે.

સુનિલ શેઠ ૨૦૦૩માં આ ફર્મમાં જોડાયા હતા અને હાલ પેઢીની કોર્પોરેટ પ્રેક્ટિસમાં પાર્ટનર છે. તેઓ ફ્લેડગેટની ઈન્ડિયા ટીમના સહવડા છે, જેણે ભારતીય કંપનીઓ અને પ્રમોટર્સ અને હાઈ નેટ વેલ્થ ઈન્ડિવિડ્યુઅલ્સના અગ્રણી સલાહકારો તરીકે બજારમાં માનવંતુ સ્થાન હાંસલ કર્યું છે. તેઓ ઈન્ટરનેશનલ ટેક્સ અને એસ્ટેટ પ્લાનિંગ બાબતે તેમજ વેલ્થ મેનેજમેન્ટ અને પ્રાઈવેટ ફંડ્સ મુદ્દે એન્ટ્રેપ્રીન્યોર્સને સલાહ આપવાનો નોંધપાત્ર અનુભવ ધરાવે છે. શેઠ ચાર વર્ષ સુધી ફ્લેડગેટના ડાઈવર્સિટી અને ઈન્ક્લુઝન પાર્ટનર રહ્યા હતા તેમજ સોસાયટી ઓફ એશિયન લોયર્સ ઈન યુકેના સ્થાપક અને પૂર્વ ચેરમેન પણ હતા.

ડેવિડ રોવ (COO) અને ગ્રાન્ટ ગોર્ડન (એક્ઝિક્યુટિવ પાર્ટનર) સાથે કામ કરવામાં તેમનો ઉદ્દેશ અંગત, મૈત્રીપૂર્ણ, સહકારી, એન્ટ્રેપ્રીન્યોરલ અને સ્માર્ટ કામકાજી વાતાવરણની હિમાયત કરતા કાર્યસ્થળને બનાવવાનો રહેશે. સુનિલ શેઠ અશક્ત- અસલામત લોકોની જરુરિયાતોને પહોંચી વળવા લીવરેજિંગ રીસોર્સિસ અને પ્રભાવ બાબતે જોશ ધરાવે છે અને આ માટે તેમણે મહત્ત્વના સખાવતી પ્રયાસોની આગેવાની પણ લીધી છે. તેઓ ૨૦૧૧થી અશક્તો-અક્ષમોના અધિકારોની ચેરિટી સેન્સ ઈન્ટરનેશનલના અધ્યક્ષ છે તેમજ ૨૦૦૪થી તેના ટ્રસ્ટી પણ છે. તેઓ ૧૮૩૯માં સ્થાપિત અને વિશ્વમાં માનવ અધિકારો બાબતે સૌથી જૂની ગણાતી સંસ્થા એન્ટિ-સ્લેવરી ઈન્ટરનેશનલના બોર્ડ ઓફ ટ્રસ્ટીઝના અધ્યક્ષ પણ છે. તેઓ વન વર્લ્ડ મીડિયા અને વિક્ટીમ સપોર્ટના ટ્રસ્ટી પણ છે જ્યાં તેમણે ૨૦૦૭-૨૦૧૦ના ગાળામાં વાઈસ ચેર તરીકે સેવા આપી હતી.

સુનિલ શેઠે પોતાની નિયુક્તિ બાબતે જણાવ્યું હતું કે,‘ફર્મના ઈતિહાસમાં મહત્ત્વની પળે ફ્લેડગેટની આગેવાની કરવા પીઅર્સ દ્વારા મારી પસંદગી કરાઈ તેનાથી હું ગૌરવ અનુભવું છું. આગળ વધવા સાથે મારી પ્રાથમિકતા અમે જો કાંઈ કરીએ છીએ તેમાં વૈચારિક વૈવિધ્યતાને ઉજવતી સંસ્કૃતિની છાપ ઉપસાવવાનું ચાલુ રાખવાની ચોકસાઈ તેમજ સમગ્ર ફર્મમાં આમારા વિઝન અને મૂલ્યોના પ્રોગ્રામ્સની પૂર્તિ કરવાની રહેશે.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter