લંડનઃ કોમ્પ્યુટર સિસ્ટમ્સની હિસાબી ભૂલો છતાં હજારો પોસ્ટમાસ્ટર્સને જેલની સજા તેમજ પોસ્ટ ઓફિસને નામા પરત ફરવાની ફરજ પડાઈ હતી. હવે પોસ્ટ ઓફિસ દ્વારા પોસ્ટમાસ્ટરો પર નવી તવાઈ આવી છે. શરમજનક પોસ્ટ આઈટી કૌભાંડનો શિકાર બનેલા સેંકડો નિર્દોષ લોકોને માત્ર 10,000 પાઉન્ડનું વળતર આપી છેતરપીંડી કરવામાં આવી છે. આવા અન્યાય સામે સાંસદો અને લોર્ડ્સ દ્વારા અવાજ ઉઠાવાયો છે.
વર્ષ 2000થી 2015ના ગાળામાં 3500થી વધુ પોસ્ટમાસ્ટર્સને હોરાઈઝન નામની ખામીપૂર્ણ IT સિસ્ટમની ગરબડોના કારણે તેમના એકાઉન્ટ્સમાંથી રકમો ગૂમ થવાથી સહન કરવું પડ્યું હતું. પોસ્ટ ઓફિસે લોકો પાસેથી ઘરબાર છીનવી આર્થિક રીતે બરબાદ કરી નાખ્યા હતા. અસંખ્ય પોસ્ટમાસ્ટર્સને જેલમાં જવાનો વારો આવ્યો હતો અને વળતર માટેની લડાઈ દરમિયાન ઘણા લોકોએ તો આત્મહત્યા કરી લીધી હતી.
પોસ્ટ ઓફિસ IT સ્કેન્ડલના સેંકડો વિક્ટિમ્સને વળતર તરીકે સરેરાશ 10,000 પાઉન્ડ આપવામાં આવ્યા છે. ડેઈલી મેઈલના અહેવાલ અનુસાર ઘણા પોસ્ટમાસ્ટર્સે છ આંકડાની રકમ ગુમાવવી પડી હતી. જે લોકોને આર્થિક નુકસાન થયું હતું પરંતુ, કાનૂની કાર્યવાહી કરાઈ ન હતી તેમને વળતર આપવાની યોજનામાં આ રકમ અપાઈ છે. હિસ્ટોરિકલ શોર્ટફોલ સ્કીમ હેઠળ મે મહિનાની શરૂઆત સુધી 933 પોસ્ટમાસ્ટર્સને 9.4 મિલિયન પાઉન્ડ વળતર તરીકે અપાયા હતા. જેની સરેરાશ 10,075 પાઉન્ડ થવા જાય છે. મોટા ભાગના વિક્ટિમ્સે કાનૂની સહાય મેળવ્યા વિના આટલી ઓછી રકમનું વળતર સ્વીકારી લીધું છે.
અહેવાલ મુજબ ન્યાયની રાહ જોવામાં 4ની આત્મહત્યા સહિત 33 પોસ્ટમાસ્ટર્સના મોત નીપજ્યા હતા. સત્તાવાર યોજના અન્વયે અડધાથી પણ ઓછાં ક્લેઈમ્સની પતાવટ યોજના શરૂ કરાયાના બે વર્ષ પછી થઈ હતી. અરજીના પોર્મ પમ ખામીપૂર્મ હતા અને વિક્ટિમ્સ તેમને મળવાપાત્ર મોટી રકમોની સમજ મેળવી શક્યા ન હતા.ક્લેઈમ્ાસને આગળ વધારવા પોસ્ટમાસ્ટર્સને કોઈ ભંડોળ કે કાનૂની સહાયની ફી ઓફર અપૂરતી હતી.


