લંડનઃ પોતે સેક્સ ટોય સ્મગલર હોવાના કારણે તેને બ્રિટનમાંથી દેશનિકાલ કરવો જોઇએ નહીં તેવા એક ઇરાની રેફ્યુજીને દેશમાં રહેવાની પરવાનગી આપી દેવાઇ છે. ઇરાનના સત્તાવાળાઓ પોતે વાઇબ્રેટર્સ અને અન્ય એડલ્ટ ડિવાઇસનો વેપાર કરતો હોવાથી તેને દુશ્મન ગણે છે. ઇરાનમાં સેક્સ ટોય્ઝ ગેરકાયદેસર ગણાય છે. આ વ્યક્તિ ઇરાન વિરોધી પ્રદર્શનોનો હિસ્સો હોવા અને તેણે તહેરાનના શાસકો વિરોધી સોશિયલ મીડિયા પોસ્ટ કરી હોવાથી તેને યુકેમાં રહેવા કોર્ટે પરવાનગી આપી દીધી હતી.