લંડનઃ લંડનમાં એક મહિલા પર તેના જ ઘરમાં હુમલો કરવા માટે ભારતીય મૂળના 34 વર્ષીય પરવેઝ પટેલને 4 વર્ષ કેદની સજા ફટકારાઇ છે. 29 જાન્યુઆરી 2023ની સાંજના સમયે મહિલાની ચીસો સાંભળીને પાડોશીઓએ પોલીસ બોલાવ્યા બાદ વેસ્ટમિન્સ્ટર વિસ્તારમાંથી પરવેઝ પટેલની ઘટના સ્થળેથી જ ધરપકડ કરાઇ હતી. પરવેઝ પટેલે એક સેક્સ વર્કરની એપોઇન્ટમેન્ટ લીધી હતી અને તેના ઘેર પહોંચ્યો હતો. પરવેઝના હુમલાના કારણે મહિલાનું નાક તૂટી ગયું હતું. લંડનની સાઉથવાર્ક ક્રાઉન કોર્ટ દ્વારા સજાની સુનાવણી કરાઇ હતી.

