સેક્સ વર્કર્સ પર બળાત્કારઃ સાજદ જમાલવતનને ૧૯ વર્ષની જેલ

Wednesday 02nd June 2021 02:34 EDT
 
 

લંડનઃ આઇઝલવર્થ ક્રાઉન કોર્ટે ઓગસ્ટ અને ઓક્ટોબર ૨૦૧૯ના ગાળામાં બે મહિલા સેક્સ વર્કર્સ પર બળાત્કાર ગુજારવાના ગુનામાં લંડનના ચેલ્સીના બૌફોર્ટ સ્ટ્રીટના ૨૫ વર્ષીય સાજદ જમાલવતનને દોષિત ઠેરવી ૧૯ વર્ષની જેલ અને લાઇસન્સ પર પાંચ વર્ષની સજા ફટકારી છે.

સીધા-સાદા PhD વિદ્યાર્થી તેમજ માતા અને આન્ટીની દેખભાળ કરતા હોવાનો ઢોંગ કરતો જમાલવતન સેક્સ વર્કરનો સંપર્ક કરવા એસ્કોર્ટ વેબસાઇટ્સનો ઉપયોગ કરતો અને ઘણી વાર તેમને ચેલ્સીના ફ્લેટમાં મળવા વિનંતી કરતો હતો. એકવાર મહિલાઓ ફ્લેટમાં આવી ગયા પછી મોબાઇલ એપ દ્વારા નાણા ચૂકવવાનું નાટક કરતો હતો. જો નાણા નહિ મળવાથી સેક્સ વર્કર વિરોધ કરે અથવા જતા રહેવાનો પ્રયાસ કરે તો તેના પર હિંસા આચરતો હતો. એક વખત તો તેણે યુવતી પર એક કલાક સુધી હુમલો કર્યો હતો.

સેન્ટ્રલ વેસ્ટ બેઝીક કમાન્ડ યુનિટની પબ્લિક પ્રોટેક્શન ટીમે આ તપાસ પૂરી કરવામાં નિષ્ણાત ઇન્વેસ્ટીગેટર્સ અને ફોરેન્સિક પ્રેક્ટિશનરોની મદદ લીધી હતી અને દેશ છોડી ગયેલી બ્રાઝિલિયન પીડિતાને યુકે પરત આવી પુરાવા આપવા પ્રોત્સાહિત કરી હતી.

ગ્રેનફેલ ટાવરની આગમાં બચી ગયેલા જમાલવતને સુનાવણીમાં એવી રજૂઆત કરી હતી કે તે ખરાબ માણસ નથી પરંતુ, ક્લાસ એ ડ્રગ્સ લેતો હોવાથી તે ગુસ્સામાં આવી જતો હતો. ૧૪ દિવસની સુનાવણી પછી તેને સજા ફટકારવામાં આવી હતી. તેની સેકેસ ઓફેન્ડર તરીકે નોંધણી કરાઇ છે અને તેની સામે સેક્સ્યુઅલ હાર્મ પ્રિવેન્શન ઓર્ડર લાદવામાં આવ્યો છે જેથી તે ફરીથી સેક્સ વર્કરનો સંપર્ક કરી શકશે નહિ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter