સેક્સ્યુઅલ અપરાધોમાં બ્રિટિશ નાગરિકોની સરખામણીમાં વિદેશીઓની ધરપકડની 3 ગણી સંભાવના

Tuesday 07th January 2025 09:33 EST
 

લંડનઃ યુકેમાં સેક્સ્યુઅલ અપરાધોમાં બ્રિટિશ નાગરિકોની સરખામણીમાં વિદેશી નાગરિકોની ધરપકડની સંભાવના 3 ગણી રહેલી છે. ઇંગ્લેન્ડ અને વેલ્સમાં 43 પોલીસ ફોર્સમાંથી 41 પોલીસ ફોર્સમાં વર્ષ 2024ના પ્રથમ 10 મહિનામાં સેક્સ્યુઅલ અપરાધો માટે પોલીસે 9000 કરતાં વધુ વિદેશી નાગરિકની ધરપકડ કરી હતી. જે અંદાજિત કુલ 35000 સેક્સ્યુઅલ અપરાધોના 26.1 ટકા જેટલી છે. એક અંદાજ પ્રમાણે દર એક લાખ માઇગ્રન્ટ દીઠ 165 ધરપકડ થતી હોય છે જ્યારે દર એક લાખ બ્રિટિશ નાગરિક દીઠ ફક્ત 48 ધરપકડ થતી હોય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter