લંડનઃ સેન્ટ લ્યુક’સ હોસ્પિસના ચેર ઓફ ટ્રસ્ટીઝ માઈક રેડહાઉસ હોદ્દાની પાંચ વર્ષની મુદત પૂર્ણ થઈ રહી હોવાથી પદત્યાગ કરવાના છે. સેન્ટ લ્યુક’સ સહાય આપવા વધુ લોકો સુધી પહોંચવા તેમજ વિસ્તરણના ભંડોળ માટે ફંડરેઈઝિંગ અને દુકાનોની આવક વધારવાના હેતુસર બોર્ડ અને એક્ઝિક્યુટિવ ટીમનું નેતૃત્વ કરવા નવા અધ્યક્ષની નિયુક્તિ કરવા ઈચ્છે છે.
માઈક રેડહાઉસે જણાવ્યું હતું કે,‘અધ્યક્ષપદે મારા પાંચ વર્ષના અનુભવે લોકોમાં મારી શ્રદ્ધાને વધુ વિકસાવી છે. જે લોકો બહુવંશીય, બહુસાંસ્કૃતિક સમાજથી નિરાશ હોય તેમણે અમારા વોલન્ટીઅર્સ, સ્ટાફ અને ટ્રસ્ટીઓની વિવિધતાસભર સેન્ટ લ્યુક’સની ટીમ સાથે કામ કરવાના મારા અનુભવમાં સહભાગી બનવું જોઈએ.
આપણા યુવાનોમાં નિરાશા નિહાળતા અને તેમને સ્વાર્થી અને બેપરવા ગણતા લોકો પણ છે. આ લોકોએ અમારા ઈવેન્ટમાં આવી આ યુવાનો પોતાના ઉત્સાહ સાથે નાણા એકત્ર કરી અમારો ઉત્સાહ વધારે છે તે પણ જોવું જોઈએ. તેઓ આ કરી શકે છે તેવી ભાવના અધ્યક્ષ ઉભી કરી શકે છે.
કેટલાક લોકો આપણી NHS તરફ નિરાશ છે અને તેમની સેવાઓમાં ખામી જ કાઢે છે. અમે આ NHS સાથે મળીને કામ કરી તેમની સેવામાં વૃદ્ધિ કરી જિંદગીના અંતિમ કિનારે સંભાળ અને અનુકંપા કેવી રીતે હાંસલ કરી શક્યા છીએ તે પણ તેમણે જોવું જોઈએ. અધ્યક્ષ તરીકે તમે આ કાર્ય ચાલુ રાખી શકશો.
કેટલાક લોકો સ્થાનિકવાદ અને પડોશીપ્રેમ અદૃશ્ય થતો હોવાનું માને છે. તેમણે હેરો અને બ્રેન્ટ પોતાના માટે કેવી સિદ્ધિ હાંસલ કરે છે તે જોવા અમારી દુકાનો અને ઈવેન્ટ્સની મુલાકાત લેવી જોઈએ. એક અધ્યક્ષ તરીકે તેમને પ્રેરણા આપવામાં તમે મદદ કરી શકો છો.
મારા અધ્યક્ષકાળમાં હું આ બધી સારી બાબતો શીખ્યો છું. તે આગળ વધે તેમાં તમે મદદ કરી શકો છો.’
નવીન પહેલરુપ અને મહત્ત્વાકાંક્ષી હોસ્પિસ તેના વિકાસના રોમાંચક કાળમાં છે અને લંડનના બે સૌથી વૈવિધ્યસભર બરોઝમાં પીડા ઉપશામક સંભાળસેવામાં નોંધપાત્ર પ્રદાન કરી રહ્યું છે ત્યારે તેની નેતાગીરી સંભાળવા તમે રસ ધરાવો છો?
હોસ્પિસ નેતૃત્વ કૌશલ્ય, તમામ સ્તરે આત્મવિશ્વાસી કોમ્યુનિકેટર, સહકારની ભાવના અને મજબૂત સંબંધોના નિર્માણની ક્ષમતા ધરાવતી વ્યક્તિની શોધ કરે છે. આ વ્યક્તિમાં નોન-ફોર-પ્રોફિટ સેક્ટરની સમજ અને હોસ્પિસ આંદોલત પ્રત્યે પ્રતિબદ્ધતા હોવી આવશ્યક છે. વધુ માહિતી www.jmrc.co.ukપરથી મેળવી શકાશે.
જો તમે અરજી મોકલવા ઈચ્છુક હો તો અપ-ટુ-ડેટ CV સાથે તમે સા માટે રસ ધરાવો છો અને હોદ્દા માટે તમારો અનુભવ સુસંગત છે તે જણાવતો પત્ર સામેલ કરી JMR Consultants: [email protected].ખાતે જાસેલીન રીડલીને મોકલી આપશો. તમારી ભૂમિકા અંગે કોઈ પ્રશ્નો હોય તો પણ જાસેલીનનો ઈમેઈલ કે ફોનથી સંપર્ક (ફોનઃ 07976 395688) કરતા મૂંઝાશો નહિ.
અરજી કરવા માટેની આખરી તારીખ શુક્રવાર ૮ જુલાઈ ૨૦૧૬ છે.

