આ રીતે ઝોન બદલવાથી ક્રોયડનના પ્રવાસીઓને ભાડામાં કપાત થશે અને વાર્ષિક ટ્રાવેલકાર્ડ માટે વર્ષે ૩૩૬ પાઉન્ડ સુધીની બચત પણ કરી શકશે. ઝોનના નકશામાં ક્રોયડનને અલગ પાડવા પાછળ વધુ નાણા મેળવવા સિવાય ભૌગોલિક દૃષ્ટિએ પણ કોઈ યોગ્ય કારણ નથી. ક્રોયડનથી ઘણાં દૂર રહેલાં અન્ય સ્ટેશનો પણ ઝોન ચારમાં સ્થાન ધરાવે છે.
સ્ટીવ અને સારાહની પીટિશન પર અહીં સહી કરશોઃ ઈસ્ટ ક્રોયડન અને વેસ્ટ ક્રોયડન સ્ટેશનોને ઝોન ૪ અથવા ઝોન ૪/૫માં રીડિઝાઈન કરવા http://www.zone4croydon.com વેબસાઇટની મુલાકાત લેશો