લંડનઃ દુનિયાનું સૌથી સ્વાસ્થ્યવર્ધક ભોજન શોધ્યું હોવાનો દાવો કરતા ૪૩ વર્ષીય સેલીબ્રીટી શેફ ગુરપ્રીત બેઈન્સનું હાર્ટ એેટેકને લીધે મૃત્યુ થયું હતું. તેમના પ્રશંસકોમાં અભિનેત્રી ગ્વીનેથ પાલ્ટ્રોનો સમાવેશ થાય છે. બેઈન્સે કેટલીક સુપરફૂડ કૂક બુક્સ લખી હતી. વેજ સ્નેક્સ બ્રાન્ડના સહસ્થાપક બેઈન્સને હૃદયરોગનો હુમલો આવ્યા પછી હોસ્પિટલે લઈ જવાયા હતા. એક દિવસ પછી તેઓ સંપૂર્ણપણે ભાનમાં આવ્યા હતા. પરંતુ, થોડા દિવસ પછી હાર્ટ અને કિડનીના કોમ્પ્લિકેશન્સને લીધે તેમનું મૃત્યુ થયું હતું. ૨૦૦૯માં તેમણે દુનિયાનું સૌથી પૌષ્ટિક ભોજન શોધવાનો દાવો કર્યો હતો. આ ડીશમાં બ્લૂબેરી અને ગોજી બેરી પીલાઉ સાથે સાદી ચીકન કરીનો સમાવેશ થાય છે. દ્રાક્ષના ૨૩ ઝૂમખામાં જેટલું એન્ટિઓક્સિટન્ટ હોય છે તેટલું આ ડીશમાં હોય છે.

