પ્રિય વાચક મિત્રો,
ઇસુનું ૨૦૧૫નું વર્ષ પૂર્ણ થવા જઇ રહ્યું અને આ અંક આપને મળશે ત્યારે આપ સૌ ક્રિસમસની ઉજવણી અને નૂતન વર્ષના આગમનને વધાવવા અવનવા આયોજનો કરતા હશો.
મિત્રો, 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' અમારા સર્વ વાચક મિત્રો અને સામુદાયીક સદ્ભાવને લક્ષ્યમાં રાખી 'સેવા યજ્ઞ અને જ્ઞાન યજ્ઞ'ની જ્યોતને પ્રજ્જવલિત રાખવા હંમેશા પ્રયત્નશીલ રહે છે. અને આજ કારણે તો ગત તા. ૧૩મી નવેમ્બરના રોજ વેમ્બલી સ્ટેડીયમ ખાતે આપણા સૌના લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આપણા સૌના 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ'ના તંત્રી શ્રી સીબી પટેલના નામનો જાહેરમાં ઉલ્લેખ કરી આપણી અમદાવાદ – લંડન વચ્ચેની ડાયરેક્ટ ફ્લાઇટ માટે જાહેરાત કરી હતી.
આ વર્ષનો આ છેલ્લો અંક વાંચી રહ્યા છો ત્યારે ગત વર્ષે આપણા સમુદાયના કલ્યાણ અર્થે કરેલા કેટલાક કાર્યક્રમોનો હિસાબ આપવો ઉચિત સમજીએ છીએ અને આગામી વર્ષોમાં પણ આવી જ વિવિધ પ્રવૃત્તીઅો અને કાર્યક્રમોનું આયોજન કરવા અમે સૌ કટિબધ્ધ વની રહીશું.
* બ્રિટનની પાર્લામેન્ટ ખાતે 'પોલિટિકલ પબ્લિક લાઇફ એવોર્ડ્ઝ'ની ઉજવણી.
* બ્રિટનની પાર્લામેન્ટ ખાતે 'ફાઇનાન્સ બેન્કીંગ અને ઇન્સ્યુરંશ વિશેષાંકનું વિમોચન.
* લંડનના ગ્રોવનર હાઉસ હોટેલ ખાતે 'એશિયન એચિવર્સ એવોર્ડ્ઝ'ની ઉજવણી.
* ક્રોયડન, લેસ્ટર, માંચેસ્ટર અને પ્રેસ્ટન ખાતે સ્થાનિક સંસ્થાઅોના સહકારથી વડિલ સન્માન સમારોહનું આયોજન, ૨૫૦ કરતા વધુ વડિલોનું બહુમાન કરાયું.
* સંગત સેન્ટર હેરો ખાતે ડાયાબિટીશ ભીતિ નિવારણ સેમિનાર.
* હેરો લેઝર સેન્ટર, લંડન ખાતે 'આનંદ મેળા'ની ઉજવણી.
* GCSEમાં ગુજરાતી ભાષાની પરીક્ષા બચાવવા ગુજરાતી શાળાઅોના શિક્ષકો અને અગ્રણીઅો સાથે ચર્ચા.
* 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' પુરસ્કૃત કર્મયોગા ફાઉન્ડેશન દ્વારા એ લેવલ્સની પરિક્ષાઅોમાં સર્વશ્રેષ્ઠ ગ્રેડ મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીઅોને 'સરસ્વતિ સન્માન'ની શરૂઆત.
* 'ગુજરાત સમાચાર' અને 'એશિયન વોઇસ'ના પત્રલેખક મિત્રોનો સેમિનાર.
* વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદીની મુલાકાત અને ભારત યુકે વચ્ચેના સંબંધો અંગે VHP હોલ, થોર્નટન હીથ અને BIA હોલ, વેમ્બલી ખાતે તંત્રી શ્રી સીબી પટેલના વક્તવ્ય અને ચર્ચાસભાનું આયોજન
* આગામી મહિનાઅોમાં 'શ્રવણ સન્માન' કાર્યક્રમનું આયોજન.
મિત્રો, આજે 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' ૨૪,૦૦૦ નકલોનું વિરાટ સર્ક્યુલેશન ધરાવે છે અને પ્રતિ સપ્તાહ લોકપ્રિય સાપ્તાહિકો આપવા સાથે સરેરાશ દર મહિને વિિવધ વિષયો પર આધારીત 'એશિયન હાઉસ એન્ડ હોમ', 'ગ્લોબલ રીચ લીસ્ટ', 'પોલિટીકલ પબ્લિક લાઇફ એવોર્ડ', 'ફાઇનાન્સ બેન્કીંગ ઇન્સ્યુરંશ', 'એશિયન એચિવર્સ એવોર્ડ્ઝ' જેવા વિશેષાંકો રજૂ કરે છે.
ક્રિસમસ અને નૂતન વર્ષના શુભ પર્વે આપ સર્વે મિત્રો કે સગા-સ્નેહીજનોને માત્ર રોજના ૯ પેન્સ લેખે £૩૫માં એક વર્ષ માટે 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ'ના લવાજમની ભેટ આપી શકો છો. આપ જેમનું નામ સૂચવશો તેમને અમે વિશેષ પત્ર સાથે આપના દ્વારા ભેટ મોકલાઇ છે તેની જાણ કરીશું અને તેઅો પણ આખું વર્ષ પેપર મેળવશે ત્યારે તેમને આપની યાદ તાજી થશે.
મિત્રો, ટેબ્લેટ કે અોનલાઇ પર તમે બન્ને પેપર વાંચી શકશો પણ છપાયેલું પેપર વાંચવાની મઝા જ કાંઇક અોર હોય છે. તમે નિયમીત 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' વાંચતા હશો તો આપના જ્ઞાનમાં વૃધ્ધી થશે અને તો મિત્રો-સગાઅો સાથે આપ વિવિધ વિષયો પર ચર્ચા કરી શકશો.
આપણા બાળકોમાં પણ સંસ્કાર, ગુજરાતી ભાષા અને ધર્મ સચવાઇ રહે તે માટે પણ આપના ઘરે 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' આવે તે જરૂરી છે.
તો પછી રાહ શેની જુઅો છો? આજે જ અમને 020 7749 4080 પર ફોન કરો અને લવાજમ ભરો.
- કમલ રાવ, ન્યુઝ એડિટર.

