સોનાના અનામત ભંડારના મામલે ભારતે યુકેને પછડાટ આપી

ભારત પાસે 800.78 ટન જ્યારે યુકે પાસે 310.29 ટન સોનાના ભંડાર

Tuesday 23rd January 2024 11:40 EST
 
 

લંડનઃ એકસમયે બ્રિટનની ગુલામીમાં રહેલા ભારતના સોનાના ભંડાર હવે યુકે કરતાં પણ વધી ગયાં છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના જણાવ્યા અનુસાર ભારત પાસે 800.78 ટન સોનાના ભંડાર છે જેનું મૂલ્ય 48,157.71 મિલિયન ડોલર થવા જાય છે. તેની સામે યુનાઇટેડ કિંગ્ડમ પાસે 310.29 ટન સોનાના ભંડાર છે જેનું મૂલ્ય 18,660.18 મિલિયન ડોલર છે.

વિશ્વમાં સૌથી વધુ સોનાના ભંડાર અમેરિકા પાસે છે. અમેરિકા પાસે 4,89,133 મિલિયન ડોલરના 8,133.46 ટન સોનાના ભંડાર છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ દ્વારા જારી કરાયેલી યાદી પ્રમાણે સોનાના ભંડારના મામલામાં ભારત વિશ્વમાં નવમુ સ્થાન ધરાવે છે જેની સામે યુકે 17મા સ્થાન પર છે.

સોનાના ભંડાર ધરાવતા ટોપ ફાઇવ દેશ

દેશ – સોનાના ભંડાર (ટનમાં) – મૂલ્ય ( મિલિયન ડોલરમાં)

અમેરિકા – 8133.46 – 489133.74

જર્મની – 3352.65 – 201623.07

ઇટાલી – 2451.84 – 147449.64

ફ્રાન્સ – 2436.88 – 146551.80

રશિયા – 2332.74 – 140287.50

-----------------------------------------------------------------------------------------------------------------


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter