હાઉસ ઓફ લોર્ડ્સમાં આ ઐતિહાસિક પુસ્તકનું લોકાર્પણ માત્ર યુનાઈટેડ કિંગ્ડમ નહિ, સમગ્ર વિશ્વને ઈતિહાસ, વિચારો અને પ્રભાવ થકી ઘડનારા આ મહાન સ્થળની દીવાલો મધ્યે ઈતિહાસનું સંક્ષિપ્ત આલેખન કરે છે. આપણને માત્ર ભવ્ય ભૂતકાળનું ચિંતન કરવા નહિ, પરંતુ આપણા સમયમાં સાંસ્કૃતિક અને સાહિત્યિક ફલકને નવાં યોગદાનને દર્શાવતી સીબી પટેલની 53 વર્ષની અનોખી પ્રકાશન યાત્રાની ઊજવણી કરવા આમંત્રિત કરાયા છે. સીબીએ જીવનની શરૂઆત ભારતથી આવતા લોકોની સંઘર્ષપૂર્ણ યાત્રાઓને અભિવ્યક્ત કરતા પત્રકાર તરીકે કરી હતી. પછી, 1972માં યુગાન્ડામાં ઈદી અમીનના કુખ્યાત શાસન હેઠળ હકાલપટ્ટી કરાયેલા યુગાન્ડન એશિયનોની સંઘર્ષયાત્રાઓ આવરી લેવાનું શરૂ કર્યું. 18 જુલાઈના ઈવેન્ટમાં સ્પષ્ટ જોવાં મળ્યું કે તેમણે લોકોની અલગ પ્રકારની યાત્રાને પણ સન્માન આપ્યું છે, જે તેમણે ટાઈમલેસ ટ્રેઝર સ્મૃતિ ગ્રંથમાં સમાવી છે. આ લોકાર્પણ હાઉસ ઓફ લોર્ડ્સના ઈતિહાસમાં કરાયું છે, જ્યાં અલગ અલગ પક્ષોના છતાં, સંસ્કૃતિ થકી સંકળાયેલા 6 વિશિષ્ટ લોર્ડ્સ આ ઈવેન્ટમાં ઉપસ્થિત છે. આ પુસ્તકનું લોકાર્પણ સીબી પટેલના વિઝન, ઉદારતા, અલગ અલગ પરિસ્થિતિ-સંજોગોમાં રહેતા માનવીઓ વિશે સમજ, આવા વ્યક્તિઓના હૃદય અને મનમાં ધરબાયેલી યાત્રાઓને શબ્દદેહ સાથે વ્યક્ત કરવા સંદર્ભે ઘણું ઘણું કહી જાય છે. ગ્લોબલ ગુજરાતીઓના જીવનની સિદ્ધિઓને વિશ્વ સમક્ષ મૂકવા બદલ સીબી પટેલ અને તેમની સમગ્ર ટીમ અભિનંદનોની અધિકારી છે.
- AMB. નિમિષા માધવાણી, યુગાન્ડાના યુકેસ્થિત હાઈ કમિશનર