લંડનઃ ઘણીવાર આપણે રેલવે ટ્રેક પર પાંદડાના ઢગલાના કારણે ટ્રેનો વિલંબિત થઇ હોવાનું સાંભળ્યું છે પરંતુ ગયા શુક્રવારે સાંજે 6 કલાકે બર્કશાયરના એસ્કોટ ખાતે રેલવે ટ્રેક પર એક કાચબો આવી જતાં ટ્રેનને અટકાવી દેવાની ફરજ પડી હતી. તેના કારણે એસ્કોટ અને બર્કશાયર વચ્ચે દોડતી ટ્રેનો મોડી પડી હતી. સોલોમન નામનો આ કાચબો ક્યાંકથી છટકીને ટ્રેક પર આવી ગયો હતો.


