લંડન
ચાન્સેલર જેરેમી હન્ટે સોશિયલ કેર માટેની કિંમતો પરની પ્રસ્તાવિત મર્યાદાને બે વર્ષ સુધી વિલંબિત કરી દેતાં નાગરિકોએ સોશિયલ કેર માટે વધુ નાણા ચુકવવા પડશે. કેર હોમ્સ માટેના બોરિસ જ્હોન્સનના વિલંબિત થયેલા પ્લાનનો અમલ ઓક્ટોબર 2023થી શરૂ થવાનો હતો. તેમાં 86000 પાઉન્ડની લાઇફટાઇમ કેપ નક્કી કરાઇ હતી. અત્યારે 23250 પાઉન્ડથી વધુની સંપત્તિ ધરાવતા લોકોને સોશિયલ કેર માટે સંપુર્ણ ખર્ચ ચૂકવવો પડે છે.પૂર્વ વડાપ્રધાનો લિઝ ટ્રસ અને બોરિસ જ્હોન્સને સોશિયલ કેર કેપ લાગુ કરવાનું વચન આપ્યું હતું પરંતુ ચાન્સેલર જેરેમી હન્ટે હવે તેમના ઓટોમન સ્ટેટમેન્ટમાં તૈયારી કરવા માટે કાઉન્સિલોને વધુ બે વર્ષનો સમય આપ્યો છે.


