સોશિયલ કેર માટે નેશનલ કેર સર્વિસ શરૂ કરવાનો સ્ટાર્મર સરકારનો પ્રસ્તાવ

સોશિયલ કેર રિફોર્મ માટે સ્વતંત્ર કમિશનની રચના, જોકે 2028 પહેલાં અમલની કોઇ સંભાવના નથી

Tuesday 07th January 2025 09:35 EST
 
 

લંડનઃ ઇંગ્લેન્ડમાં એડલ્ટ સોશિયલ કેર માટે લાંબાગાળાની આર્થિક સહાયના પ્રસ્તાવો સ્વીકારવા સરકારે તૈયારી દર્શાવી છે. જોકે સરકાર વર્ષ 2028 પહેલાં તેના વચનનું પાલન કરી શકે તેવી કોઇ સંભાવના નથી. હેલ્થ એન્ડ સોશિયલ કેર સેક્રેટરી વેસ સ્ટ્રીટિંગે સોશિયલ કેર રિફોર્મનું વચન આપતાં એક સ્વતંત્ર કમિશનની રચના કરાશે તેમ જણાવ્યું હતું. એપ્રિલથી આ કમિશન સક્રિય બનશે. જોકે બેરોનેસ લૂઇસ કેસીના નેતૃત્વ હેઠળનું આ કમિશન વર્ષ 2028 પહેલાં તેનો રિપોર્ટ આપે તેવી કોઇ સંભાવના નથી.

કાઉન્સિલો અને કેર પ્રોવાઇડર્સે આરોપ મૂક્યો છે કે અત્યારથી ખાડે ગયેલી આ મહત્વની સેવામાં સુધારા માટે ઘણો લાંબો સમય રાહ જોવી પડશે. સરકારે કેર વર્કર્સ દ્વારા વધુ હેલ્થ ચેકઅપ કરાય તે માટેની યોજનાની પણ જાહેરાત કરાઇ છે. સરકાર વૃદ્ધો અને વિકલાંગો પોતાના ઘરમાં જ રહી શકે તે માટે આર્થિક સહાય પણ આપવા જઇ રહી છે.

સરકાર નેશનલ કેર સર્વિસનો પ્રારંભ કરવા માગે છે જેથી વૃદ્ધો અને વિકલાંગોની જરૂરીયાતોને પહોંચી વળી શકાય. સ્ટ્રીટિંગે જણાવ્યું હતું કે, મેં વિપક્ષને પણ આ કમિશનમાં સામેલ થવાનું આમંત્રણ આપ્યું છે. જેથી સર્વપક્ષીય સહમતિ સાધી શકાય.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter