સોશિયલ મીડિયા પર પોતાની અમીરીનું પ્રદર્શન કરનારા સાવધાન

રોલેક્સ ઘડિયાળો સાથેની તસવીરો જોઇ મિત્રતા કેળવી હત્યા કરનાર 4 દોષી

Wednesday 18th January 2023 06:46 EST
 
 

લંડન

સોશિયલ મીડિયા પર પોસ્ટ કરેલી રોલેક્સ ઘડિયાળો સાથેની તસવીરો જોયા બાદ તે વ્યક્તિની હત્યા કરવાના આરોપસર 4 આરોપીને દોષી ઠેરવવામાં આવ્યાં છે. 33 વર્ષીય સાઉલ મરેએ રોલેક્સ ઘડિયાળો પહેરીને પડાવેલી તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરેલી આ તસવીરો જોઇને 36 વર્ષીય સુપ્રીમત ધિલ્લોને તેની સાથે મિત્રતા કેળવી હતી અને વોટ્સએપ પર તેની સાથે વાતો કરતી હતી. સુપ્રીતે મરેના ફ્લેટની પણ મુલાકાત લીધી હતી. ત્યારબાદ સુપ્રીતે મરેને લૂટવાની યોજના બનાવી હતી અને તેની સાથી તેમિડાયો આવે સાથે મળીને ફ્લેટમાં ઘૂસી મરેની હત્યા કરીને લૂટ ચલાવી હતી.

લ્યૂટન ક્રાઇન કોર્ટે સુપ્રીમ સહિત તેના આ કામમાં સાથ આપનાર 4 આરોપીને હત્યા અને લૂટ માટે દોષી ઠરાવ્યા હતા.તેને આ કાર્યમાં તેમિડાયો ઉપરાંત આઇકેમ આફિયા અને ક્લિઓન બ્રાઉને પણ સાથ આપ્યો હતો. ચારેય દોષીતોને માર્ચના પ્રથમ સપ્તાહમાં સજાની સુનાવણી કરાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter