સૌથી જૂની બિલ્ડર કંપની સમેટાઈ

Wednesday 10th July 2019 02:13 EDT
 
 

લંડનઃ ક્વિન એલિઝાબેથ પ્રથમના શાસનકાળમાં શરૂ થયેલી બ્રિટનની સૌથી જૂની કેન્ટની બ્રાસ્ટેડસ્થિત આર ડર્ટનેલ એન્ડ સન્સ બિલ્ડિંગ કંપનીએ કામકાજ બંધ કરી દેતા ૧૦૦થી વધુ લોકોની રોજગારી સામે જોખમ ઉભું થયું છે. આ કંપનીની સ્થાપના ૧૫૯૧માં થઈ હતી અને એક જ પરિવારની ૧૩ પેઢી દ્વારા તેનું સંચાલન થયું હતું. છેલ્લે આ પરિવારના એલેક્સ ડર્ટનેલ આ કંપની સંભાળતા હતા.

કંપનીઝ હાઉસ ખાતે જમા કરાવાયેલા દસ્તાવેજો મુજબ કંપનીએ ૨૦૧૭માં ૬૭૯,૮૭૭ પાઉન્ડની પ્રિ-ટેક્સ ખોટ કરી હતી. તેમાં આર્થિક પરિસ્થિતિ ખૂબ પડકારજનક હતી. કંપનીએ ખાસ કરીને લાકડા પર નક્શીકામ સાથે કારપેન્ટર-બિલ્ડર તરીકે કામકાજ શરૂ કર્યું હતું. તેમણે ૧૫૯૩માં સૌ પ્રથમ કેન્ટમાં પાઉન્ડ્સબ્રિજ મેનોરનું કામ કર્યું હતું, જે આજે પણ અડીખમ ઉભું છે.

તાજેતરમાં જ કંપની બ્રાઈટન ડોમ કોર્ન એક્સચેન્જના નવીનીકરણના ૨૨ મિલિયન પાઉન્ડના પ્રોજેક્ટ પર કાર્યરત હતી. આ બિલ્ડિંગ પણ ૨૦૦ કરતાં વધુ વર્ષ અગાઉ બંધાયુ હતું. બ્રાઈટન એન્ડ હોવ સિટી કાઉન્સિલે જણાવ્યું હતું કે તે આર્ટ્સ વેન્યુ પ્રોજેક્ટ સંપન્ન કરવા પ્રતિબદ્ધ હતા અને પછી પ્રોજેક્ટમાંથી પીછેહઠ કરી દીધી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter