માણસ જાતે આટલી બધી શોધો કરી છતાં તેને જરૂર પડે ત્યારે સહારાની જરૂર પડે છે, ત્યારે પશુની તો વાત જ શી કરવી. બ્રિટનમાં શિયાળો જામતો જાય છે ત્યારે ઉત્તરીય બ્રિટનના કો ડુરહામના લેંગ્ડન બેકમાં ભારે હિમવર્ષા થઇ હતી. બીચારા નિર્દોષ ઘેટાં આ વખતે સહારાની શોધમાં લાગી ગયા હતા. ઘેટાંઅોએ તસવીરમાં જણાય છે તેમ પથ્થરની દિવાલની આડશ શોધી લીધી હતી જેથી ભારે ઠંડા પવન અને હિમવર્ષાથી બચી શકાય. પણ છતાંય તેઅો બરફથી ગોટમોટ થઇ ગયા હતા. જોકે કુદરતની બક્ષીસ તેમની પાસે હોવાથી જવલ્લજે ઘેટાં જેવા પશુઅો કદાચ ઠંડીથી મરણ પામતાં હશે?


