સ્કીલ્ડ ફોરેન વર્કર્સની માંગમાં ભારે વધારો

Wednesday 01st August 2018 02:40 EDT
 
 

લંડનઃ સ્કીલ્ડ ફોરેન વર્કર્સ માટેની માગમાં ખૂબ વધારો થયો છે. સ્પેશિયલ વિઝા માટે અરજી કરતા અરજદારોની સંખ્યાની જે મર્યાદા સરકારે દાખલ કરી હતી તેટલી સંખ્યા તો તે લાગૂ કરાયાના માત્ર એક મહિનામાં જ પૂરી થઈ ગઈ હતી.

નોન – યુરોપિયન ઈકોનોમિક એરિયા માઈગ્રન્ટ્સ માટે કહેવાતી ટીયર ૨ વિઝા માટેની અરજીઓને નામંજૂર કરવામાં આવી રહી હોવાનો દાવો સોલિસિટર કંપનીઓએ કર્યો હતો. આ વિઝા માટે સંખ્યાની વાર્ષિક મર્યાદા ૨૦,૭૦૦ છે. આ પ્રક્રિયામાં મેડિકલ પ્રોફેશનલ્સનો સમાવેશ કરાયો ન હોવા છતાં આ પરિસ્થિતિ છે. અગાઉ કુલ અરજીઓમાંથી ૪૦ ટકા અરજીઓ મેડિકલ પ્રોફેશનલ્સની રહેતી હતી.

ગયા જૂનમાં વડા પ્રધાન થેરેસા મેએ જાહેરાત કરી હતી કે સ્કીમનો વધુ લોકોને લાભ મળે તે માટે ડોક્ટરો અને નર્સિસને તેમાંથી બાકાત રખાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter