લંડનઃ સ્કોટલેન્ડના લેબર નેતા અનસ સરવરે પાકિસ્તાની ઝંડાની સામે ઊભા રહીને બ્રિટનમાં વસતા પાકિસ્તાનીઓને કાઉન્સિલો, પાર્લામેન્ટ, રાજકીય પાર્ટીઓ અને દેશોમાં સત્તા હાંસલ કરવાનું આહવાન કરતાં તેમની આકરી ટીકા કરવામાં આવી રહી છે. તેમણે જણાવ્યું હતું કે, સત્તા હાંસલ કરો જેથી શાળામાં શું શિક્ષણ આપવું તેના પર પ્રભાવ પાડી શકાય.
વાયરલ બનેલા વીડિયોમાં સરવરે જાહેરાત કરી હતી કે બદલાવ આવી રહ્યો છે. દક્ષિણ એશિયનોએ રાજકીય અને શૈક્ષણિક રીતે વધુ શક્તિશાળી બનવું જોઇએ.
જેના પગલે નેટિઝન્સ દ્વારા સરવરની આકરી ટીકા કરવામાં આવી રહી છે. એક એક્સ યુઝરે લખ્યું હતું કે, જુનો પાકિસ્તાન વિનાશના આરે છે પરંતુ યુકેમાં નવા પાકિસ્તાનનો ઉદય થઇ રહ્યો છે. બીજા એક યુઝરે જણાવ્યું હતું કે, સરવર પાકિસ્તાનીઓને સત્તા હાંસલ કરવાનું કહી રહ્યા છે પરંતુ તેમાં સ્કોટ્સનો કોઇ ઉલ્લેખન નથી કારણ કે તેઓ પોતાને સ્કોટ ગણતા નથી. એક યુઝરે જણાવ્યું હતું કે, સાઉથ એશિયનો આપણા દેશોમાં આગળ વધી રહ્યાં છે જેમાં અફઘાનિસ્તાન અને પાકિસ્તાનનો પણ સમાવેશ થાય છે.