સ્કોટલેન્ડ પેટાચૂંટણીમાં લેબર પાર્ટી વિજેતા, એસએનપીને પછડાટ

રુધરગ્લેન એન્ડ હેમિલ્ટન વેસ્ટની ચૂંટણીમાં ટોરીઝના સૂપડાં સાફ

Tuesday 10th October 2023 13:31 EDT
 

લંડનઃ સ્કોટલેન્ડમાં રુધરગ્લેન એન્ડ હેમિલ્ટન વેસ્ટ બેઠકની પેટાચૂંટણીમાં લેબર પાર્ટીએ મોટો વિજય હાંસલ કરી સ્કોટલેન્ડ નેશનાલિસ્ટ પાર્ટીને મોટો આંચકો આપ્યો છે. આ વિજયથી ઉત્સાહિત બનેલા પાર્ટીના વ્યૂહરચનાકારો હવે એવું માનવા લાગ્યા છે કે આગામી સામાન્ય ચૂંટણીમાં લેબર પાર્ટી 40 બેઠક જીતી શકે છે.

આ પેટાચૂંટણીમાં 20.4 ટકા જેટલો વોટ સ્વિંગ જોવા મળ્યો હતો. લેબર પાર્ટીના ઉમેદવાર માઇકલ શેન્ક્સને 58.6 ટકા એટલે કે 17845 મત પ્રાપ્ત થયાં હતાં. જ્યારે એસએનપીના ઉમેદવાર રેટી લાઉડનને 27.5 ટકા એટલે કે 8399 મત મળ્યા હતા. આ પેટાચૂંટણીમાં કન્ઝર્વેટિવ પાર્ટીના સૂપડા સાફ થઇ ગયાં હતાં અને તેના ઉમેદવાર થોમસ કેર્રને ફક્ત 3.9 ટકા એટલે કે 1192 મત મળ્યા હતા.

સ્ટ્રેથક્લાઇડ યુનિવર્સિટીના રાજકારણના પ્રોફેસર સર જ્હોન કર્ટિસે જણાવ્યું હતું કે જો પરિણામનો આ ટ્રેન્ડ આવતા વર્ષે સામાન્ય ચૂંટણીમાં જોવા મળશે તો લેબર પાર્ટી સ્કોટલેન્ડમાં 42 બેઠકો જીતશે અને SNP માત્ર છ બેઠકો જીતી શકશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter