સ્કોટલેન્ડ યાર્ડે પુત્રના હત્યાકેસમાં ઢાંકપિછોડો કર્યો છેઃ પિતાનો આક્ષેપ

Friday 05th December 2014 07:26 EST
 
 

તેમણે કહ્યું હતું કે તેઓ પુરુષ પ્રોસ્ટિટ્યૂટે કરેલા ટેલિફોનનું ૧૫ મિનિટનું રેકોર્ડિંગ લઈને સ્કોટલેન્ડ યાર્ડ પાસે ગયા હતા, પરંતુ જજીસ અને રાજકારણીઓને સંડોવતા આક્ષેપોની તપાસ કરવાનો તેમણે ઈનકાર કર્યો હતો. દરમિયાન, ૩૦ વર્ષ પૂર્વે વિશાલ હત્યા કેસની તપાસ કરનાર મેટ્રોપોલિટન પોલીસના મહિલા ડિટેક્ટિવ જેકી મેલ્ટોને પણ તપાસમાં ઢાંકપિછોડો થયાનો ભય વ્યક્ત કર્યો હતો.  
વિશાંબર મેહરોત્રાનો પુત્ર વિશાલ ૨૯ જુલાઈ, ૧૯૮૧ના રોજ પ્રિન્સ ઓફ વેલ્સ અને ડાયેના સ્પેન્સર લગ્ન કરવા બગીમાં ગયાં તે જોઈને ઘેર પાછો ફરી રહ્યો હતો ત્યારે તેનું અપહરણ કરાયું હતું. ઉચ્ચ હોદ્દાઓ પર બેસતા જજીસ અને રાજકારણીઓ જેવા બાળ શોષણખોરો વિશાલનું અપહરણ કરીને સાઉથ-વેસ્ટ લંડનના બાર્નેસમાં એલ્મ ગેસ્ટહાઉસ લઈ ગયા હોવાની શક્યતા દર્શાવતો એક ટેલિફોન કોલ વિશાંબરને આવ્યો હતો.
મેટ્રોપોલિટન પોલીસે બાર્નેસના ગેસ્ટ હાઉસ સાથે સંકળાયેલી સંભવિત હત્યાની તપાસ હાથ ધરાયાની જાહેરાત ગત સપ્તાહે કરી હતી. સેક્સ ગેઈમ દરમિયાન ગુંગળાવીને મારી નંખાયેલા બાળક સહિત ત્રણ બાળકોની હત્યા નજરે જોયાનું એક સાક્ષીએ જણાવ્યા પછી આ નવી તપાસ શરૂ થઈ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter