સ્કોટલેન્ડના આબેરદીનમાં મહાત્મા ગાંધીની પ્રતિમા સ્થાપિત કરાશે

વિશ્વભરમાં મહાત્મા ગાંધીનો શાંતિ, એકતા અને સૌહાર્દનો સદેશ ફેલાવવાનો હેતૂ

Wednesday 29th April 2026 07:36 EDT
 

લંડનઃ સ્કોટલેન્ડના આબેરદીન શહેરમાં સ્થિત જાણીતા ડુથી પાર્ક ખાતે ભારતની આઝાદીના જનક અને અહિંસાના પૂજારી મહાત્મા ગાંધીની ભવ્ય પ્રતિમા સ્થાપિત કરવાની યોજના તૈયાર કરવામાં આવી છે. આ પહેલનો મુખ્ય હેતુ વિશ્વભરમાં શાંતિ, એકતા અને સૌહાર્દનો સંદેશ ફેલાવવાનો છે.

આ પ્રોજેક્ટને સ્થાનિક કાઉન્સિલ અને ભારતીય સમુદાય તરફથી વ્યાપક સમર્થન મળી રહ્યું છે. આ પ્રતિમા માત્ર એક સ્મારક નહીં, પરંતુ આબેરદીન અને ભારત વચ્ચેના મજબૂત સાંસ્કૃતિક સંબંધોનું પ્રતીક બની રહેશે. સ્થાનિક અધિકારીઓના જણાવ્યા મુજબ મહાત્મા ગાંધીના વિચારો આજે પણ એટલા જ સુસંગત છે અને આ પ્રતિમા આવનારી પેઢીને માનવતા અને પરસ્પર સન્માન માટે પ્રેરણા આપશે.

ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટ અને સ્થાનિક સત્તાધીશો આ પ્રોજેક્ટ માટે ભંડોળ અને ડિઝાઈન પર કામ કરી રહ્યા છે. આ પ્રતિમાનું અનાવરણ થવાથી શહેરના સાંસ્કૃતિક વારસામાં એક નવું અને મહત્વપૂર્ણ પ્રકરણ ઉમેરાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter