સ્કોટલેન્ડના કાનવ જૈનને યુકેના યંગ એન્જિનિયર ઓફ ધ યરનો ખિતાબ

કાનવ દ્વારા નિર્મિત ડ્રોન અંતરિયાળ વિસ્તારોમાં દવાઓ પહોંચાડવામાં મદદરૂપ બનશે

Tuesday 25th August 2026 10:50 EDT
 
 

લંડનઃ સ્કોટલેન્ડના બ્રોક્સબર્નના વિદ્યાર્થી કાનવ જૈનને ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારોમાં દવાઓ પહોંચાડવા માટે ઓછી કિંમતુનં સ્વાયત્ત વિમાન તૈયાર કરવા માટે યુકે યંગ એન્જિનિયર ઓફ ધ યરનો ખિતાબ અપાયો છે. ધ બિગ બેંગ ફેર ખાતે આયોજિત ધ બિગ બેંગ યુકે યંગ સાયન્ટિસ્ટ્સ એન્ડ એન્જિનિયર્સ કોમ્પિટિશનમાં તેના પ્રોજેક્ટને શ્રેષ્ઠ વિજેતા જાહેર કરાયો હતો.

બ્રિટનમાં ડ્રોન બોય તરીકે જાણીતા કાનવે માત્ર 13 વર્ષની ઉંમરે ડ્રોન પાયલટનું લાયસન્સ મેળવ્યું હતું. ગ્રામીણ વિસ્તારોમાં યોગ્ય માર્ગ સુવિધાના અભાવે આપાતકાલિન તબીબી સેવાઓ પહોંચાડવામાં પડતી મુશ્કેલી ધ્યાનમાં રાખી તેણે આ ટેકનોલોજી વિકસાવી છે. કાનવ દ્વારા તૈયાર કરાયેલું એરક્રાફ્ટ રનવે વગર હેલિકોપ્ટરની જેમ સીધુ ઊડી શકે છે અને નાના સ્થાનો પર ઉતરી શકે છે.

કાનવે આ પ્રોજેક્ટ ફર્સ્ટ સ્ટેપ રોબોટિક્સ અને રોબોટિક્સ સંસ્થા થેલ્સના સહયોગથી તૈયાર કર્યો છે. ભવિષ્યમાં રોબોટિક્સ અને ઓટોમેશન ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઇચ્છતા કાનવના આ સંશોધનને તજજ્ઞો દ્વારા માનવતાવાદી કાર્યોમાં ક્રાંતિકારી પરિવર્તન લાવનાર ગણાવવામાં આવ્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter