લંડનઃ સ્કોટલેન્ડના પૂર્વ ફર્સ્ટ મિનિસ્ટર હમઝા યુસુફના સાળા પર ડ્રગ્સના વેચાણ અને ખંડણી ઉઘરાવવાના આરોપ મૂકાયા છે. 10 જાન્યુઆરી 2024ના રોજ રાયન મનરો નામના વ્યક્તિનું ડન્ડીમાં બારીમાંથી પડી જવાના કારણે મોત થયા બાદ સમગ્ર મામલો સામે આવ્યો હતો. એડિનબરો હાઇકોર્ટમાં હમઝા યુસુફના સાળા રામસે અલ નાકલા સહિત અન્ય 3 વ્યક્તિઓ સામે ખટલાની સુનાવણી શરૂ કરાઇ છે. રામસે અલ નકલા હમઝાની પત્ની નાદિયાનો ભાઇ છે. રામસે પર આરોપ મુકાયો છે કે તે અને તેના સાથીઓ મૃતક રાયનને ધમકીઓ આપી રહ્યાં હતાં તેના કારણે ભયભીત થઇને તેણે બહારીમાંથી કૂદકો મારી દીધો હતો.

