સ્કોટલેન્ડની શાળાઓમાં રેસિઝમમાં આઘાતજનક વધારો

છેલ્લા એક વર્ષમાં રેસિઝમની ઘટનાઓમાં 50 ટકા વધારો નોંધાયો

Tuesday 20th May 2025 12:01 EDT
 

લંડનઃ સ્કોટલેન્ડની શાળાઓમાં છેલ્લા એક વર્ષમાં રેસિઝમ અથવા રેસિસ્ટ ધમકીઓની ઘટનામાં 50 ટકાનો વધારો જોવા મળ્યો છે. ફ્રીડમ ઓફ ઇન્ફર્મેશન અંતર્ગત 32 કાઉન્સિલ પાસે માહિતી માગવામાં આવી હતી જેમાં 3600 ઘટના સામે આવી હતી. એક્ટિવિસ્ટોનો આરોપ છે કે સાચો આંકડો ઘણો ઊંચો હોઇ શકે છે કારણ કે કાઉન્સિલો તમામ ઘટનાઓની યોગ્ય નોંધ રાખવાની સ્કોટિશ સરકારની ગાઇડલાઇન અનુસરતી નથી.

એકતાની દીકરી અનિશા ફક્ત 7 વર્ષની હતી ત્યારે તેની ચામડીના રંગના કારણે તેની સાથે દુર્વ્યવહાર થવા લાગ્યો હતો. એકતા કહે છે કે અનિશા કોઇની સાથે વાત કરતી નહોતી અને ઘરમાં જ ભરાઇ રહેતી હતી કારણ કે તેને રેસિઝમ શું છે તેની ખબર જ પડતી નહોતી. થોડા મહિના બાદ અનિશાએ તેની માતાને તેની સાથે થઇ રહેલા વ્યવહાર અંગે જાણ કરી હતી તેથી તેણે સ્કૂલના હેડટીચરને આ અંગે જાણ કરી હતી. આ માટે માફી મંગાવવામાં આવી હતી પરંતુ રેસિઝમ ચાલુ જ રહ્યું હતું.

આ તો ફક્ત એક જ ઘટના છે. બીબીસી સ્કોટલેન્ડ ન્યૂઝે એકઠા કરેલા આંકડા અનુસાર શાળાઓમાં રેસિઝમની ઘટનાઓમાં મોટો વધારો થયો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter