સ્કોટલેન્ડમાં 75,000થી 1,25,140 પાઉન્ડની આવક પર નવો 45 ટકાનો ટેક્સ બેન્ડ

1,25,000 પાઉન્ડથી વધુની આવક પરનો ટેક્સ વધારીને 48 ટકા કરાયો

Tuesday 19th December 2023 13:29 EST
 
 

લંડનઃ સ્કોટલેન્ડની સરકારે જણાવ્યું છે કે સ્કોટલેન્ડમાં ઊંચી આવક ધરાવનાર માટે નવો ટેક્સ બેન્ડ તૈયાર કરાશે. 75,000 પાઉન્ડથી 1,25,140 પાઉન્ડની આવક ધરાવતા કરદાતાઓએ હવે નવા 45 ટકાના બેન્ડમાં આવકવેરો ચૂકવવો પડશે તેનો અર્થ એ થયો કે હવે તેમને વર્તમાન કરતાં વધુ આવકવેરો ચૂકવવો પડશે. સ્કોટલેન્ડના ફાઇનાન્સ સેક્રેટરી શોના રોબિન્સને સરકારના આગામી વર્ષના બજેટની રજૂઆત કરતાં આ પ્રસ્તાવને સમર્થન આપ્યું હતું.

ફાઇનાન્સ સેક્રેટરીની આ ઘોષણાને પગલે હવે સ્કોટલેન્ડમાં 6 ઇન્કમટેક્સ બેન્ડ રહેશે જ્યારે બાકીના યુકેમાં 3 ઇન્કમટેક્સ બેન્ડ છે. 1,25,000 પાઉન્ડથી વધુ આવક ધરાવતા કરદાતાએ હવે 47 ટકાને બદલે 48 ટકા ટેક્સ ચૂકવવાનો રહેશે. ટેક્સમાં આ વધારાના કારણે સરકારને વધારાની 80 મિલિયન પાઉન્ડની આવક થશે. કરદાતાઓ પર આ વધારાના કારણે 307 મિલિયન પાઉન્ડનો બોજો પડવા જઇ રહ્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter